સિદ્ધુએ સિંધી કૉલોનીમાં કોંગ્રેસની સભામાં કહ્યું હતું કે, ‘મોદીમાં દમ હોય તે તેઓ રોજગાર, નોટબંધી અને GST જેવા મુદ્દે ચૂંટણી લડે પરંતુ તેઓ લોકોને ધર્મ અને જાતીઓમાં વિભાજીત કરી ચૂંટણી લડે છે.
ન રામ મળ્યા, ન મળ્યો રોજગાર પરંતુ દરેક ગલીમાં મોબાઈલ ચલાવતા બેરોજગાર મળ્યાઃ સિદ્ધુ - election
ઈન્દોરઃ પંજાબ સરકારના કેબીનેટ પ્રધાન નવજોત સિંહ સિદ્ધુએ વડાપ્રધાન મોદીને ફરી પોતાના ચૂંટણી પ્રચારમાં આડે હાથ લીધા હતા. તેમણે વડાપ્રધાન મોદી પર રોજગારી, નોટબંધી, GSTને લઈને આકરા પ્રહારો કર્યા હતા.
સ્પોટ ફોટો
તેમણે આરોપ લગાવ્યો કે મોદી ગંગા નદી સાફ કરવામાં, બે કરોડ નોકરીઓ આપવામાં તેમજ વિદેશી બેંકોમાંથી કાળુ નાણું પરત લાવવામાં નિષ્ફળ રહ્યા છે.
સિદ્ધુએ રાફેલ મુદ્દે મોદી પર પ્રહાર કરતા કહ્યું કે, ‘મોદી દેશના લોકોને કહેતા કે, 10 રૂપીયાની પેન લેવા સામે પણ દુકાનદાર પાસે બીલ લેવુ જોઈએ પરંતુ, આજે જ્યારે રાફેલ વિમાનની ખરીદીના બીલની વાત કરવામાં આવે છે તો કેમ તેઓને ડર લાગે છે.