ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયકને PM મોદીએ શુભેચ્છા પાઠવી હતી અને કહ્યું હતુ કે તમે તમારી પ્રજાની જરુરતો પુરી કરવામાં સફળ થાઓ. છેલ્લા બે દશકાથી ઓડિશાની સત્તા સંભાળનાર નવીન પટનાયકને આ વખતે પણ વિધાનસભા ચૂંટણીમાં પણ ઐતિહાસીક જીત મળી છે. 147 વિધાનસભા સીટવાળા ઓરિસ્સામાં બીજૂ જનતા દળને કુલ 105, BJPને 27, કોંગ્રેસને 13 અને CPMને 1 સીટ મળી છે. આજે નવીન પટનાયક પાંચમી વખત CM પદના શપથ લેવાના છે. આ શપથ વિધીમાં તેમના મંત્રી મંડળ માંથી કોણ કોણ સામેલ થશે તેના કોઇ ચોક્કસ નામ સામે નથી આવ્યા. લોકસભા ચૂંટણીમાં BJPને 8 સીટ મળી છે જ્યારે બીજુ જનતા દળને 13 સીટ પર જીત મળી છે.
ઓડિશાના મુખ્ય પ્રધાન પટનાયકે લીધા શપથ, PM મોદીએ શુભેચ્છા પાઠવી
નવી દિલ્હી: લોકસભાની ચૂંટણીના પરિણામ આવ્યા પછી હવે સરકાર ગઠનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. કેન્દ્રમાં PM મોદી ગુરુવારે શપથ લેવાના છે. આજે નવીન પટનાયક ઓડિશાના મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા. ઓડિશામાં આ વખતે લોકસભા ચૂંટણીની સાથે સાથે વિધાનસભાની ચૂંટણી પણ થઈ હતી. જેમાં નવીન પટનાયકને નોંધપાત્ર સફળતા મળી છે. તે ઉપરાંત આજે અરુણાચલ પ્રદેશમાં પણ પેમા ખાંડુ CM પદના શપથ લઈને રાજયની કમાન હાથમાં લેશે.
today
બીજી તરફ પૂર્વોત્તર રાજ્યોમાં સતત મહેનત કરતી ભારતીય જનતા પાર્ટીએ અરુણાચલ પ્રદેશમાં પણ સત્તા મેળવી છે. અરુણાચલમાં કુલ 60 વિધાનસભા સીટ પર ચૂંટણી થઈ હતી તેમાંથી ભાજપને 41 સીટ પર જીત મળી છે. કોંગ્રેસને અહીં માત્ર 4 સીટો મળી છે જ્યારે JDUને અહીં સાત સીટ મળી છે. અરુણાચલ પ્રદેશના મુખ્યપ્રધાન પેમા ખાંડુ પણ આજે મુખ્યપ્રધાન તરીકેના શપથ લેશે.
Last Updated : May 29, 2019, 1:19 PM IST