ગુજરાત

gujarat

ETV Bharat / bharat

નેશનલ સ્વીમિંગ ચેંમ્પિયનશિપમાં ગુજરાતે મારી બાજી, 1 ગોલ્ડ મેડલ જીત્યો - mp news

ભોપાલ: મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં તરણ પુષ્કરમાં આયોજીત નેશનલ સ્વીમિંગ ચેમ્પિયનશિપમાં અલગ અલગ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વીમિંગ ચેમ્પિયનશિપના ચોથા દિવસે હીટ ઈવેન્ટ્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

file

By

Published : Sep 3, 2019, 2:46 PM IST

વિતેલા ત્રણ દિવસની વાત કરીએ તો સ્વીમિંગ ચેમ્પિયનશિપમાં ભારતના અનેક સ્ટાર સ્વિમર્સે અનેક મેડલ જીત્યા છે. પુરુષ વર્ગમાં કર્ણાટકને 8 ગોલ્ડ, 2 રજત અને 2 કાસ્ય પદક મળ્યા છે. મહારાષ્ટ્રને 2 ગોલ્ડ, 1 રજત અને 4 કાસ્ય પદક મળ્યા છે.પોલીસના સ્વિમર્સે 2 ગોલ્ડ મેડલ જીત્યા છે. દિલ્હીએ 2 ગોલ્ડ જીત્યા છે. તો તમિલનાડૂના સ્વિમર્સે 1 રજત અને 1 કાસ્ય પદક મેળવ્યું છે. ઉત્તરપ્રદેશને 1 રજત મળ્યો છે. તો પુરુષ વર્ગમાં હરિયાણા, ગુજરાત, આસામ, પંજાબ, મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળના સ્વિમર્સને એક એક ગોલ્ડ મેડલ મળ્યો છે.

નેશનલ સ્વીમિંગ ચેંમ્પિયનશિપમાં ગુજરાતે મારી બાજી

તો આ બાજુ મહિલા વર્ગમાં કર્ણાટકને 5 રજત અને 2 કાસ્ય પદક મળ્યા છે. મહારાષ્ટ્રને 4 ગોલ્ડ, 3 રજત અને 3 કાસ્ય પદક મળ્યા છે. હરિયાણા 2 ગોલ્ડ મેડલ, તમિલનાડૂ 1 ગોલ્ડ, 1 રજત અને 3 કાસ્ય પદક પ્રાપ્ત કર્યા છે. ગુજરાતે પણ 1 ગોલ્ડ પોતાના નામે કર્યો છે. મધ્ય પ્રદેશ અને પશ્ચિમ બંગાળે એક એક કાસ્ય પોતાના નામે નોંધાવ્યો છે. તો વળી દિલ્હી અને પંજાબે પણ એક એક મેડલ મેળવ્યો છે.

આમ કુલ રાજ્યવાર મળેલા પદક જોઈએ તો....

  • કર્ણાટક-19
  • મહારાષ્ટ્ર-17
  • દિલ્હી-2
  • હરિયાણા-2
  • તમિલનાડૂ-7
  • ગુજરાત-1
  • આસામ--1
  • પંજાબ-1
  • ઉત્તરપ્રદેશ-1
  • મધ્યપ્રદેશ-1
  • પશ્ચિમ બંગાળ-1

.

ABOUT THE AUTHOR

...view details