નવી દિલ્હીઃ અરબી સમુદ્ર અને લક્ષદ્વીપ ઉપરના નીચા દબાણવાળું ક્ષેત્ર વાવાઝોડા તૂફાનમાં તીવ્ર બની શકે છે અને આવતા અઠવાડિયે મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકાંઠે પહોંચી શકે છે. ભારતીય હવામાન વિભાગે રવિવારે આ માહિતી આપી છે. IMDમાં વાવાઝોડાના પ્રભારી સુનીતા દેવીએ કહ્યું કે, દક્ષિણ-પૂર્વ અને દક્ષિણ-પૂર્વ અને નજીકના મધ્ય પૂર્વ અરબી સમુદ્ર અને લક્ષદ્વીપ ક્ષેત્રમાં નીચા દબાણનું ક્ષેત્ર બન્યું છે. આવનારા 24 કલાકમાં વાવોઝોડાનું દબાણ વધતાં પરિસ્થિતિ ગંભીર થવાની શક્યાતા છે. આની ઉત્તર તરફ વધવા અને 3 જૂન સુધી ઉત્તર મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકાંઠે પહોંચવાની શક્યતા છે.
નીચા દબાણનું ક્ષેત્ર અને તણાવ IMDના 8 શ્રેણીમાં બીજા સ્તરે છે, જેનો ઉપયોગ વાવાઝોડાને તેની ચીવ્રતાના આધારે વર્ગીકૃત કરવા માટે કરવામાં આવે છે. હવામાન વિભાગે કહ્યું કે, દરિયાની સ્થિતિ ખરાબ થવાની છે અને માછીમારોને 4 જૂન સુધી દરિયો નહીં ખેડવાની સૂચના આપવામાં આવી છે.