ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કૃષ્ણાસ્વામી નટરાજનની ભારતીય કોસ્ટગાર્ડના મહાનિર્દેશક પદે નિયુક્તિ - indian army

ન્યુઝ ડેસ્કઃ કૃષ્ણાસ્વામી નટરાજને રવિવારે ભારતીય તટરક્ષકદળનું સર્વોચ્ચ પદ ગ્રહણ કર્યુ હતું. રાજેન્દ્રસિંહની જગ્યાએ તેમને કોસ્ટગાર્ડનાં મહાનિર્દેશક બનાવાયા છે. કૃષ્ણાસ્વામી 18 જાન્યુઆરી 1984માં સેનામાં જોડાયા હતા.

કૃષ્ણાસ્વામી નટરાજનની ભારતીય કોસ્ટગાર્ડના મહાનિર્દેશક પદે નિયુક્તિ

By

Published : Jun 30, 2019, 9:34 PM IST

નટરાજન પાસે કાંઠા વિસ્તારમાં અને જહાજમાં બંને જગ્યાએ કામ કરવાનો બહોળો અનુભવ છે. તેમણે ફ્લેગ ઑફિસરના ભારતીય કોસ્ટગાર્ડનાં અલગ-અલગ જહાજો-એડવાન્સ ઑફશોર પેટ્રોલ વૈસલ સંગ્રામ, ઑફશોર પેટ્રોલ વૈસલ વીરા, ફાસ્ટ પેટ્રોલ વૈસલ કનકલતા બરૂઆ અને ઈનશોર વૈસલ ચાંદબીબીનું સંચાલન કર્યુ છે. તેમની મહત્વની કામગીરીમાં કમાન્ડર કોસ્ટગાર્ડ જિલ્લા નંબર 5 (તમિલનાડુ) અને કમાન્ડિંગ ઑફિસર ICGS મંડપમનો સમાવેશ થાય છે.

કૃષ્ણાસ્વામીએ મદ્રાસ વિશ્વવિદ્યાલયથી રક્ષા અને વ્યુહાત્મક અભ્યાસમાં સ્નાતક ડિગ્રી મેળવી છે. આ ઉપરાંત, US કોસ્ટગાર્ડ રિઝર્વ ટ્રેનિંગ સેન્ટર, યૉર્કટાઉન, વર્જીનિયાથી રેસ્ક્યુ અને સમુદ્રી સુરક્ષા અને બંદર સંચાલનમાં કુશળતા મેળવી છે. તેમને 2011 વિશિષ્ટ સેવા બદલ રાષ્ટ્રપતિ પદક અને 1996માં ટાટ્રાસ્ટક પદક હાંસિલ કર્યુ છે.

ABOUT THE AUTHOR

...view details