મળતી માહિતી પ્રમાણે, વડાપ્રધાન મોદી રવિવારે બે જનસભાને સંબોધિત કરશે. તેમની પ્રથમ જનસભા સાંજે 4 કલાકે ખંડવાના છંગાંવ માખનના વી.રમન વિશ્વવિદ્યાલય ગ્રાઉન્ડમાં અને બીજી જનસભા સાંજે 6 કલાકે ઈંદૌરના દશહરા ગ્રાઉન્ડ પર યોજાશે.
આજે વડાપ્રધાન મોદી ખંડવા તેમજ ઈંદૌરમાં જનસભા સંબોધશે - gujaratinews
ભોપાલ: મધ્યપ્રદેશમાં 8 બેઠક પર યોજાનાર સાતમા તબક્કાના મતદાન માટે ચૂંટણી પ્રચાર જોરશોરમાં છે. આ સાથે જ વડાપ્રધાન મોદી રવિવારે રાજ્યની યાત્રા પર આવી રહ્યાં છે. તેઓ ખંડવા તેમજ ઈન્દોરમાં જનસભાને સંબોધિત કરશે.
મોદી ખંડવા તેમજ ઈંદૌરમાં જનસભા સંબોધશે
આપને જણાવી દઈએ કે, માલવા અંચલની આઠ બેઠકો પર 19 મેના મતદાન થવાનું છે. આ વિસ્તારને ભાજપનો ગઢ માનવામાં આવે છે. ત્યારે વર્તમાનમાં આઠ બેઠકોમાંથી સાત બેઠકો પર ભાજપનો કબ્જો છે.