ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અયોધ્યા જમીન વિવાદના ચુકાદા બાદ PM મોદીનું સંબોધન - MODI LIVE

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યા ભૂમિ વિવાદ પર સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ દેશવાસીઓનું સંબોધન કર્યુ છે. તેમણે વિશ્વની સૌથી મોટી લોકશાહિમાં ઈતિહાસનો સ્વર્ણિમ દિન હોવાનો ઉલ્લેખ કર્યો છે.

narendra modi news

By

Published : Nov 9, 2019, 6:38 PM IST

Updated : Nov 9, 2019, 7:59 PM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યા જમીન વિવાદ મુદ્દે સુપ્રીમ કૉર્ટના ચુકાદા બાદ દેશવાસીઓને સંબોધન કર્યુ. આ પહેલા તેમણે ટ્વીટ કરી આ સમય ભારત ભક્તિની ભાવના મજબૂત કરવાનો હોવાનુ કહ્યું, ઉપરાંત ચુકાદાથી ન્યાયાલયની પ્રક્રિયામાં સામાન્ય માણસનો વિશ્વાસ મજબૂત થશે તેમ જણાવ્યું.

અયોધ્યા જમીન વિવાદના ચુકાદા બાદ PM મોદીનું સંબોધન

વડાપ્રધાનના સંબોધનના મુખ્ય અંશઃ

  • ન્યાયપાલિકા વિશેષરૂપે અભિનંદનને પાત્ર, સર્વ સમ્મતિથી નિર્ણય આવવો ખુશીની વાત...
  • સુપ્રીમ કોર્ટે દઢ ઈચ્છાશક્તિના દર્શન કરાવ્યા.
  • આજના જ દિવસે બર્લિનમાં દિવાલ ધરાશાયી થઈ હતી.
  • હવે દિલમાં કડવાશને સ્થાન ન હોવુ જોઈએ.
  • દરેક અટપટ્ટા મુદ્દાનો ઉકેલ બંધારણમાં.
  • રામ મંદિરના નિર્માણનો ચુકાદો સુપ્રીમ કોર્ટે આપ્યો છે. હવે દેશના દરેક નાગરિક પર રાષ્ટ્ર નિર્માણની જવાબદારી વધી ગઈ છે.
  • એક નાગરિક તરીકે આપણે સૌએ દેશની ન્યાયિક પ્રક્રિયાનું સન્માન, નિયમ અને કાયદાનું સન્માન કરવું તેની જવાબદારી પહેલા કરતા વધી ગઈ છે
  • હવે સમાજ તરીકે દરેક ભારતીયોએ પોતાના કર્તવ્ય અને પોતાના દાયિત્વને પ્રાથમિકતા આપવાનું કામ કરવાનું છે.
  • આપણા વચ્ચેની એકતા, શાંતિ દેશના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે.
  • ઉચ્ચ ન્યાયાલયનો આ ચુકાદો એક નવી સવાર લઈને આવ્યો છે. આ વિવાદે ઘણી પેઢીઓ પર અસર પાડી છે. પરંતુ, આ ચુકાદા પછી આપણે એ સંકલ્પ કરવો પડશે કે નવી પેઢી નવી રીતે નવા ઈન્ડિયાના નિર્માણમાં લાગી જશે.
  • આ તમામ વાતોને લઈને ક્યારેય પણ, ક્યાંય પણ કોઈના મનમાં કડવાશ રહી હોય તો તેને તિલાંજલિ આપવાનો દિવસ છે.
  • સમગ્ર વિશ્વ માને છે ભારત દુનિયાનો સૌથી મોટો લોકતંત્ર ધરાવતો દેશ છે. પરંતુ, આજે દુનિયાએ પણ જાણી લીધુ છે કે ભારતનું લોકતંત્ર જીવંત અને મજબૂત છે.
Last Updated : Nov 9, 2019, 7:59 PM IST

ABOUT THE AUTHOR

...view details