ગુજરાત

gujarat

ETV Bharat / bharat

PM મોદી ફ્રાંસથી ભારત આવવા માટે રવાના...

નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદી ફ્રાંસના જી-7 શિખર સમારોહમાં ભાગ લીધા બાદ ભારત માટે પરત ફરશે. આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદીએ ભારતીય વેપારને નવા સ્તરે પહોંચાડવા માટે વિવિધ દેશના વડાઓ સાથે ચર્ચા કરી હતી.

ફ્રાંસના જી-7 શિખર સમારોહમાં ભાગ લઈ પરત ફર્યા મોદી

By

Published : Sep 28, 2019, 12:21 PM IST

વડાપ્રધાન મોદી ફ્રાંસના બિયારિત્જ શહેરમાં G-7 દેશના સંમેલનમાં જોડાયા ભારત પરત ફરશે. આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદીએ 3 દેશની મુલાકાત કરી હતી. જેમાં તેમણે ભારતીય વિદેશ નીતિઓ અંગે ચર્ચા વિચારણા કરી હતી.

ફ્રાંસના જી-7 શિખર સમારોહમાં ભાગ લઈ પરત ફર્યા મોદી

આ અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું હતું કે, "અલવિદા ફ્રાંસ... ત્રણ દેશ ફ્રાન્સ, સંયુક્ત અરબ અમીરાત અને બહરીન સાથે પ્રવાસ પૂર્ણ થયો. આ પ્રવાસમાં અનેક દ્વીપક્ષીય અને બહુપક્ષીય ચર્ચાઓ થઈ. જે દેશના વિકાસ માટે લાભદાયી નીવડશે."

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ સંમેલન દરમિયાન ટ્રમ્પ સહિત અન્ય દેશના વડાઓ સાથે મુલાકાત કરી હતી, અને જળવાયુ પરિવર્તન અને ડિજિટલ ક્રાંતિના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

આમ, ભારતને વૈશ્વિક સ્તરે મજબૂત બનાવવા માટે વડાપ્રધાન મોદીએ આ સંમેલન ભાગ લીધો હતો. જેમાં તેમણે અન્ય દેશના વડાઓ સાથે વેપાર અને ટેક્નોલોજી વિશે ચર્ચા કરી હતી.

ABOUT THE AUTHOR

...view details