PM મોદીને આતંકવાદ વિરૂદ્ધ લડાઈમાં રાષ્ટ્રપતિએ મૂન જેઈ ઈનનો સાથ મળ્યો છે. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ પુલવામા હુમલાની નિંદા કરી છે. બંને દેશોની એજન્સીમાં સમજૂતી થઈ કે તેઓ આતંકવાદની સામે લડાઈ લડશે. આ તકે PMએ કહ્યું કે, આજે સિયોલમાં શાંતિ પુરસ્કાર મેળવવો મારા માટે ગર્વનો વિષય છે. હું પુરસ્કારને અંગત સિદ્ધિઓ તરીકે નહીં, પરંતુ ભારતની જનતા માટે કોરિયાઈ જનતાની સદભાવના અને સ્નેહના પ્રતિક રીતે સ્વીકાર કરીશ.
સિયોલમાં PMની શહીદોને શ્રદ્ધાંજલિ, આતંકવાદ મુદ્દે કોરિયા-ભારત એકસાથ - Moon Jae in
નવી દિલ્હી: PM નરેન્દ્ર મોદીને આજે સિયોલ શાંતિ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવશે. આ પુરસ્કારની જાહેરાત-2018માં કરવામાં આવી હતી. મોદી દક્ષિણ કોરિયાના પ્રવાસે છે. આ પ્રવાસના બીજા દિવસે PM મોદીએ ત્યાં શહીદોને શ્રદ્ધાંજલિ આપી છે. જે બાદ દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે ઈન સાથે મુલાકાત કરી.
મહત્વનું છે કે, PM મોદીએ ગુરુવારે સિયોલમાં યોનસેફ યુનિવર્સિટીમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ તકે કોરિયા ગણરાજ્યના રાષ્ટ્રપતિ મૂન જે ઈમ પ્રથમ મહિલા કિમ જૂંગ સૂક અને સંયુક્ત રાષ્ટ્રના પૂર્વ મહાસચિવ બાન કી મૂન હાજર રહ્યા હતા. PM મોદીએ આ તકે કહ્યું કે, બાપુની પ્રતિમાનું અનાવરણ કરવું મારા માટે સમ્માનની વાત છે. તેમણે વધુમાં કહ્યું કે, આવા સમયમાં જ્યારે અમે બાપુની 150મી જયંતી ઉજવી રહ્યા છીએ. આથે તેનું વિશેષ મહત્વ બની જાય છે.
PM મોદીએ કહ્યું કે, બાપુના વિચારો અને સિદ્ધોતોમાં આતંકવાદ, જળવાયુ પરિવર્તન જેવા માનવ જાતિના વિચારોમાં વર્તમાનમાં સૌથી મોટા પડકારો સાથે લડવાની શક્તિ છે.