ઉલ્લેખનીય છે કે, કેસના મુખ્ય આરોપી નારાયણ સાંઇને સજા સહિત 1 લાખનો દંડ પણ ફટકાવામાં આવ્યો છે. નારાયણના સાથી આરોપીઓ ગંગા, જમના, અને હનુમાનને પણ 5000 રુપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે સાથે ડ્રાઈવર રમેશ રાજકુમાર મલ્હોત્રાને 6 માસની સજા અને 500 રુપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
નારાયણ સાંઈને આજીવન કેદની સજા પર પીડિતાએ કહ્યું- "સત્ય પરેશાન હો શકતા હૈ પરાજિત નહિ"
સુરત: દુષ્કર્મ કેસના આરોપી નારાયણ સાંઈને સેશન્સ કોર્ટે મંગળવારે આજીવન કેદની સજા ફટકારી છે. કેસના બીજા આરોપીઓ ગંગા ઉર્ફે ધર્મિષ્ઠા, જમના ઉર્ફે ભાવના પટેલ, કૌશલ ઠાકુર ઉર્ફે હનુમાન તથા ડ્રાઈવર રમેશ રાજકુમાર મલ્હોત્રાને પણ 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.
દુષ્કર્મ મામલે એડિશનલ સેશન્સ જજ પી.એસ.ગઢવી દ્વારા ચુકાદો અપાયો હતો. દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય મામલે નારાયણ સાંઈને કલમ 376 (2) , 377 , 354 , 504 , 506(2) , 508(1) , 357 હેઠળ આજીવન કેદ તેમજ પીડીતાને 5 લાખ વળતરની સજા ફટકારી હતી. તેમજ અન્ય આરોપી ગંગા ઉર્ફે ધર્મિષ્ઠાને 10 વર્ષ 5 હજાર દંડ, જમના ઉર્ફે ભાવનાને 10 વર્ષ 5 હજાર દંડ અને હનુમાન ઉર્ફે કૌશલ 10 વર્ષ સજા, રમેશ મલ્હોત્રા (ડ્રાઇવર) 6 માસ ની સજા, 500રૂ દંડ ફટકારવામાં આવ્યો હતો.
મહત્વનું છે કે, નારાયણ સાંઈને આજીવન કેદ થયા બાદ પીડિતાએ કહ્યું કે, સત્ય પરેશાન હો શકતા હૈ પરાજિત નહિ.