સમય સમયની વાત છે, ચંદ્રબાબુ નાયડુની પણ એયરપોર્ટ પર થઈ તપાસ - VIJAYVADA
વિજયવાડા: આંધ્ર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને હાલમાં વિપક્ષના નેતા એન ચંદ્રબાબૂ નાયડુને શુક્રવારે મોડી રાત્રે ગન્નવરમ એયરપોર્ટ પર તપાસ કરાવી પસાર થવું પડ્યું હતું.
ચંદ્રબાબુ નાયડૂની પણ એયરપોર્ટ પર તપાસ
ભૂતપૂર્વ મુખ્યપ્રધાન નાયડૂને એયરપોર્ટ પરથી તપાસ કરાવી અને પસાર થવુ પડ્યું હતું. એટલુ જ નહીં, પરંતુ નાયડૂને પ્લેન સુધી જવા માટે VIP સુવિધાથી પણ વંચિત રાખ્યા હતા અને લોકલ મુસાફરો સાથે બસમાં સવારી કરવી પડી હતી.
એક સુરક્ષા ગાર્ડ પ્રવેશ ગેટ પર નાયડુની તપાસ કરતા નજરે ચડ્યા હતા.