મહારાષ્ટ્ર: નાગપુરમાં એક વ્યક્તિએ અજાણતા બીજા વ્યક્તિના ચહેરા પર ફ્લેશ લાઈટ કરી હતી. જે કારણે બંને વચ્ચે ઝઘડો થયો હતો. જે બાદ આ લડાઈમાં એક વ્યક્તિ છરીથી ઇજાગ્રસ્ત થયો હતો. મંગળવારે આ બાબતે નાગપુર પોલીસે જણાવ્યું હતું.
નાગપુરમાં ચહેરા પર ફ્લેશ લાઈટ કરી તો મારી દીધી છરી, જાણો શું છે સમગ્ર ઘટના? - ફ્લેશ લાઈટ
ચહેરા ફ્લેશ લાઈટ કરવા બાબતે નાગપુરના એક ઈસમે છરીના ઘા મારી દીધા હતા. અજાણતા ચહેરા પર કરાયેલી ફ્લેશ લાઈટથી ઉશ્કેરાઈને એક ઈસમે છરી મારી હતી.
હત્યાનો પ્રયાસ
હરિરામ લેન્ડજે આકસ્મિક રીતે તેની ફ્લેશ લાઈટ પ્રશાંત લેંગેના ચહેરા પર કરી હતી. જે કારણે પ્રશાંતે તેની સાથે ઝઘડો શરૂ કર્યો હતો. જેમાં હરિરામનો પુત્ર મારોતી વચ્ચે પડતા પ્રશાંતે તેને છરી મારી દીધી હતી.
નાગપુર પોલીસે પ્રશાંતની ધરપકડ કરી હત્યાના પ્રયાસ અને મારામારીની કલમ લગાવી વધુ તપાસ હાથ ધરી છે.