ગુજરાત

gujarat

ETV Bharat / bharat

નાગાલેન્ડમાં મળ્યો પ્રથમ કોરોનાનો પોઝિટિવ દર્દી, પૂર્વોતરમાં અત્યાર સુધી 35 સંક્રમિત - કોરોના વાઇરસ

કોરોના વાઇરસની મહામારી વચ્ચે સમગ્ર દેશમાં લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેથી આ સંકટનો સામનો કરી શકાય, ત્યારે નાગાલેન્ડમાં કોરોનાનો પ્રથમ પોઝિટિવ કેસ સામે આવ્યો છે.

Etv Bharat, GUjarati News, Nagaland News, Covid 19 Positive Case
Nagaland reports its 1st COVID-19 positive case

By

Published : Apr 13, 2020, 12:12 PM IST

નાગાલેન્ડઃ કોરોનાની મહામારી વચ્ચે નાગાલેન્ડમાં કોરોનાનો પહેલો પોઝિટિવ દર્દી મળી આવ્યો છે. આ દર્દીની સારવાર આસામના ગોવાહાટી મેડિકલ કૉલેજમાં ચાલી રહ્યું છે. પૂર્વોતરમાં અત્યાર સુધીમાં કોરોનાના 35 કેસ સામે આવ્યા છે. એવામાં આસામમાં 29 સંક્રમિત છે.

દેશમાં કોરોનાના કેસની સંખ્યા 8447 પર પહોંચી છે. અત્યાર સુધીમાં 273 લોકોએ કોરોનાથી પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે 764 લોકો સ્વસ્થ થઇને ઘરે પરત ફર્યા છે. પૂર્વોતરમાં પણ કોરોનાએ પગપેસારો કર્યો છે. નાગાલેન્ડમાં કોરોનાનો પહેલો કેસ સામે આવ્યો છે, જેની હાલ સારવાર ચાલી રહી છે.

આસામના સ્વાસ્થય પ્રધાન ડૉ. હિંમત બિસ્વા શર્માએ કહ્યું કે, નાગાલેન્ડના દીમાપુરની એક ખાનગી હોસ્પિટલમાં એક દર્દીમાં કોરોનાના લક્ષણ જોવા મળ્યા હતા. જે બાદ તેને ગોવાહાટી મેડિકલ કૉલેજ હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યો હતો. જ્યાં તેનો ટેસ્ટ કરવામાં આવ્યો અને પોઝિટિવ આવતાં હાલ તે સારવાર હેઠળ છે.

પૂર્વોતરમાં અત્યાર સુધીમાં 35 કેસ સામે આવ્યા છે. જેમાં ખાલી આસામમાં 29 સંક્રમિત છે. મણિપુર અને ત્રિપુરામાં 2-2 કેસ સામે આવ્યા છે. જ્યારે અરૂણાચલ પ્રદેશ અને નાગાલેન્ડમાં કોરોનાના હવે એક-એક કેસ મળ્યા છે. ગત્ત 10 એપ્રિલે આસામમાં કોરોનાને કારણે એક વ્યક્તિનું મોત થયું હતું.

ABOUT THE AUTHOR

...view details