ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જેપી નડ્ડાના કોંગ્રેસ પર પ્રહાર, 'કલમ-370 ઉત્તમ હતી તો તેને સ્થાયી કેમ ન બનાવાઈ?' - કોંગ્રેસ

હૈદરાબાદઃ જેપી નડ્ડાએ કહ્યું, 'મોદીજીએ એક રાષ્ટ્ર, એક વિધાન અને એક નિશાનને અનુભવ્યું. પરંતુ કોગ્રેસ તેનો વિરોધ કેમ કરી રહી છે, જ્યારે તે કહે છે કે કલમ 370 અસ્થાયી છે.'

congress

By

Published : Aug 19, 2019, 9:59 AM IST

ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાએ કલમ-370 હટાવવાના નિર્ણય પર સમર્થન ન કરવા બદલ કોંગ્રેસને આડે હાથ લીધી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસ હંમેશા મતબેંકનું રાજકારણ કરતી આવી છે. જ્યારે તે જાણતી હતી કે આ કલમ રાષ્ટ્રહિતમાં નથી.

તેમણે કહ્યું કે, 'મોદીજીએ એક રાષ્ટ્ર, એક વિધાન અને એક નિશાનને અનુભવ્યું, પરંતુ કોંગ્રેસ તેનો વિરોધ કરી રહી છે, જ્યારે બીજી બાજુ કહે છે કે કલમ-370 અસ્થાયી છે.'

અહીં જનસભાને સંબોધિત કરતાં નડ્ડાએ કહ્યું કે કલમ-370 સારી હતી, તો તેને સ્થાયી કેમ ન બનાવી? એક સમયે તેમની પાસે 400થી વધુ સાંસદ હતા.

ભાજપના કાર્યકારી અધ્યક્ષે કહ્યું કે ભાગલાના સમયે જે લોકો પાકિસ્તાનથી હૈદરાબાદ આવ્યા તે નેતા બની ગયા. પરંતુ જેમણે જમ્મુ-કાશ્મીરમાં આશરો લીધો તેઓ પાર્ષદ પણ નથી બની શક્યા. હવે કલમ-370 નાબૂદ કર્યા બાદ અનુસૂચિત જાતિયો અને જનજાતિઓ માટે બેઠકો ફાળવાશે.

ABOUT THE AUTHOR

...view details