ઘણા ઓછા લોકો જાણતા ચાર્લી ચેપ્લિન અને ગાંધીજીની મૂલાકાતની વાતથી વાકેફ હશે. જ્યારે કોઈકે બાપુને કહ્યુ કે, તમને ચાર્લી ચેપ્લિન મળવા માગે છે.ત્યારે બાપુએ આશ્ચર્ય સાથે પુછ્યુ કે, કોણ છે મહાશય? લાંબા સમય સુધી બાપુની દિનયર્યા એ રીતે રહી હતી કે કામની વાતો સિવાય તે કદી પણ બીજી વાતમાં ધ્યાન આપતા નહીં. પરંતુ એમને કહેવાયુ કે ચાર્લી ચેપ્લિન એ વ્યક્તિ છે જેમણે લાખો લોકોને હસાવ્યા છે. એ મળવા આવ્યા છે. તે સાંભળી ગાંધીજીએ તરત જ મળવાની તૈયારી બતાવી. આ મુલાકાત લંડનમાં ડૉ.કટિયાલના નિવાસસ્થાને થઈ હતી.
ચાર્લી ચેપ્લિનની પડદા પાછળની દુનિયા સાવ અલગ હતી. તેઓ જીનિયસ, સજ્જન અને બહાદુર હતાં. પોતાની જાતને છુપાવવાની આવડતથી ગાંધીજી તેમનાથી ખુબજ પ્રભાવિત થયા હતા. ગાંધી ભલે તેમના વિશે જાણતા નહતા, પરંતુ ચાર્લી ચેપ્લિન ગાંધીજી વિશે પુરતી જાણકારી મેળવીને મળવા પહોંચ્યા હતા. તેઓ જાણતા હતા કે, ગાંધી ચરખાના પક્ષકાર છે. એટલે જ તેમણે સવાલ પૂછી લીધો હતો કે, તમે યંત્રવિરોધી શા માટે છો?
ગાંધીજીને આ સવાલ ખુબ પસંદ આવ્યો તેનો જવાબ તેમણે વિસ્તારથી આપ્યો. ગાંધીજી એ કહ્યુ કે, ભારતના ખેડૂતો કેવી રીતે છ મહિના સુધી બેરોજગાર રહે છે. આ કારણે મહત્વપૂર્ણ છે કે, ઉદ્યોગ તેમની મદદ કરે.ચાર્લી ચેપ્લિને પૂછ્યું કે, શું આ ફક્ત કપડાના સબંધમાં છે. જેનો જવાબ આપતા ગાંધીજીએ કહ્યું હા જરૂર કપડા અને ભોજન બંને મામલામાં દરેક દેશને આત્મનિર્ભર હોવું જોઈએ. અમે પહેલા આત્મ નિર્ભર હતા હવે ફરીથી બનવા માગીએ છીએ. અંગ્રેજોને બજારની જરૂર છે, કારણ કે, તેમની પાસે મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે. અમે તેને શોષણ કહીએ છીએ.
ભારત મશીનીરીનો ઉપયોગ શરૂ કરે એ દુનિયા માટે ખતરારૂપ છે. કારણ કે, ભારત પોતાની આવશ્યક્તાથી ઘણું વધારે ઉત્પાદન કરે છે.