ગુજરાત

gujarat

ETV Bharat / bharat

લઘુમતિ બાળકોને દબાણથી જયશ્રી રામ બોલાવવાની ઘટનાને અફવા ગણાવતી UP સરકાર

ન્યૂઝ ડેસ્કઃ ઉન્નાવ જિલ્લાના એક મદ્રેશામાં વિદ્યાર્થીઓને જયશ્રી રામ બોલવાની ઘટનાનો ઉત્તરપ્રદેશ સરકારે ઈન્કાર કર્યો હતો. તેમજ આ અફવાને સરકારની છબી ખરડાવવાનું કાવતરું ગણાવ્યું હતું.

મુસ્લિમ બાળકોને દબાણથી જયશ્રી રામ બોલાવવાની ઘટનાને અફવા ગણાવતી ઉત્તરપ્રદેશ સરકાર

By

Published : Jul 13, 2019, 4:43 PM IST

Updated : Jul 13, 2019, 4:52 PM IST

માહિતી વિભાગના મુખ્યસચિવ અવનીસ અવસ્થીએ જણાવ્યું હતું કે, સરકારની છાપ બગાડવા અને કોમી એક્તા ડોહળાવવા ખોટી અફવા ફેલાવાઇ રહી છે. ગુરૂવારે બપોરે નમાજના સમયે બાળકો ક્રિકેટ રમી રહ્યા હતા ત્યારે તેમને માર મારી જયશ્રી રામ બોલવા માટે દબાણ કરાયું હતું. તેમના કપડા ફાડી નખાયા અને સાયકલો તોડવામાં આવી હતી. ત્યારપછી આ બાળકોએ મદ્રેશામાં જઈ જાણ કરતાં પોલીસને બોલાવાઈ હતી. જામા મસ્જીદના ઈમામે જણાવ્યુ હતું કે, આ ઘટનામાં બજરંગદળના માણસો સામેલ હતા. પોલીસે ગુનો નોંધી ફેસબુકના આધારે આરોપીઓની ઓળખ કરી લીધી છે. આરોપીઓએ કથિત રીતે સોશ્યલ મીડિયામાં પોતાની ઓળખ બજરંગદળના સદસ્યો તરીકે બતાવી છે. આ મામલામાં હજુ સુધી કોઈ ગુનો નોંધાયો નથી.

ઉત્તરપ્રદેશમાં બનેલી આ પહેલી ઘટના નથી. આ પહેલા 4 જૂલાઈએ પણ ઑટો ચાલકને બાથરુમમાં બંધ કરી તેની ઉપર પત્થર ફેંકાયા હતા. તે જયશ્રી રામ નહીં બોલતા હુમલો થયો હતો. તેમજ કાનપુરમાં પણ મુસ્લિમ યુવકને જયશ્રી રામ બોલવાનું દબાણ કરી કેટલાક અજાણ્યા લોકોએ માર મારવાની ઘટના બની હતી.

Last Updated : Jul 13, 2019, 4:52 PM IST

ABOUT THE AUTHOR

...view details