ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભાજપે મુરલી મનોહર જોશીની ટિકીટ કાપતા નારાજ જોશીએ પત્ર લખી વેદના ઠાલવી

ન્યૂઝ ડેસ્ક: ભાજપે લાલકૃષ્ણ અડવાણીની માફક તેમના જ વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીની પણ ટિકીટ કાપી નાખી છે. ભાજપ તરફથી આ વખતે મુરલી મોનહર જોશીને પણ ટિકીટ આપવામાં આવી નથી. જેથી તેમને આ વખતે કાનપુરની સીટ પરથી નહીં લડાવામાં આવે. ભાજપના મહાસચિવ રામલાલે કહ્યું કે, જોશી લોકસભા ન લડે અને આ અંગે તેઓ ખુદ પાર્ટી કાર્યાલયે આવી જાહેરાત કરે.

મુરલી મનોહર જોશી

By

Published : Mar 26, 2019, 12:40 PM IST

Updated : Mar 26, 2019, 12:49 PM IST

જો કે, રામલાલે આ અંગે કહ્યું હતું કે, આ પાર્ટી હાઈકમાનનો નિર્ણય છે, કે તેઓ લોકસભા ન લડે અને જાતે કાર્યલયે આવી તેની જાહેરાત કરે. પણ જોશીએ આવું કઈ પણ કરવાનો ઈન્કાર કરી દીધો છે. જોશીએ દુખ વ્યક્ત કરતા કહ્યું કે, જો પાર્ટી મને ટિકીટ આપવા ન માંગતી હોય તો કમશેકમ અધ્યક્ષે આવીને મને જાણ કરવી જોઈએ.

મુરલી મનોહર જોશી

આ તમામ બાદ જોશીએ કાનપુરમાં મતદારોના નામે એક પત્ર લખ્યો છે. જેમાં તેમણે પોતાની વેદના ઠાલવી છે. જેમાં તેમણે એવું પણ કહ્યું કે, પાર્ટીએ તેમને ટિકીટ તો નથી આપી પણ સ્ટાર પ્રચારકમાંથી પણ નામ કાઢી નાખ્યું છે.


Last Updated : Mar 26, 2019, 12:49 PM IST

ABOUT THE AUTHOR

...view details