ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પુના-મુંબઇ હાઇવે પર ગમખ્વાર અકસ્માત, 5ના મોત - અકસ્માત

પૂના-મુંબઇ હાઇવે પર ખંડાલા વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 5 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો. આ અકસ્માત રવિવાર મોડી રાત્રે 3 મોટરસાયકલ અને આઇસર ટ્રક વચ્ચે સર્જાયો હતો.

mumbai pune expressway accident, 5 death
પૂના-મુંબઇ હાઇવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, 5 લોકોના મોત

By

Published : Mar 2, 2020, 9:41 AM IST

મહારાષ્ટ્રઃ પુના-મુંબઇ હાઇવે પર ત્રણ મોટરસાયકલ વડે રવિવાર મધ્યરાત્રીના સમયે 6 લોકો અલીબાગ તરફ જઈ રહ્યાં હતાં. આ દરમિયાન ખંડાલા વિસ્તારમાં એક આઇસર ટ્રકે તેમને અડફેટે લીધા હતા. આ આકસ્માતમાં 5 મોટરસાયકલ સવારોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતાં, જ્યારે એક વ્યક્તિનો ચમત્કારિક બચાવ થયો હતો.

પૂના-મુંબઇ હાઇવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, 5 લોકોના મોત

ઉલ્લેખનીય છે કે, આ અકસ્માત બાદ હાઇવે પરનો ટ્રાફિક થોડા સમય માટે ખોરવાયો હતો. આ અકસ્માત થયા બાદ આઇસર ચાલક ફરાર થઈ ગયો હતો. હાલ પોલીસ તેની શોધખોળ કરી રહી છે.

ABOUT THE AUTHOR

...view details