મુંબઈઃ મુંબઈ પોલીસે ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ(ટીઆરપી) સાથે છેડછાડ કરનાર એક ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે કહ્યું કે આ મામલા સંબંધિત બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. ટીઆરપીના આધારે એ નક્કી થાય છે કે કઈ ટીવી ચેનલ અને ટીવી શૉ વધારે જોવાયો છે. તેમજ તે દર્શકોની પસંદ અને કોઈ ચેનલની લોકપ્રિયતા પણ સુચવે છે.
મુંબઈ પોલીસ કમિશનર પરમ બીરસિંહે પત્રકારોને જણાવ્યું હતું કે ટીઆરપી ગેંગમાં એક રાષ્ટ્રીય ટીવી ચેનલ પણ સામેલ છે. સુશાંતસિંહ રાજપૂત મામલે આ ચેનલ દ્વારા મુંબઈ પોલીસ અને મહારાષ્ટ્ર સરકારની ટીકા કરવામાં આવી હતી.