મુંબઇ : દક્ષિણ મુંબઈના કટલરી માર્કેટમાં ત્રણ માળની કમર્શિયલ બિલ્ડિંગમાં લાગેલી આગને 40 કલાકની મહેનત બાદ પણ કાબૂમાં લેવામાં આવી નથી. આગ પર કાબૂ મેળવવા જતા બે ફાયર ફાઇટરો પણ ઘાયલ થયા છે.
મુંબઇમાં ત્રણ માળની બિલ્ડિંગમાં લાગેલી આગ હજી પણ બેકાબૂ, બે ફાયર ફાઇટરો ઈજાગ્રસ્ત - Mumbai market fire
દક્ષિણ મુંબઈના કટલરી માર્કેટમાં ત્રણ માળની કમર્શિયલ બિલ્ડિંગમાં લાગેલી આગને 40 કલાકની મહેનત બાદ પણ કાબૂમાં લેવામાં આવી નથી. આગ પર કાબૂ મેળવવા જતા બે ફાયર ફાઇટરો પણ ઘાયલ થયા છે.
બિલ્ડિંગમાં લાગી આગ
મસ્જિદ બંદર વિસ્તારમાં જુમા મસ્જિદ પાસે આવેલી બિલ્ડિંગમાં રવિવારે બપોરે લગભગ 4.30 વાગ્યે આગ લાગી હતી. અધિકારીઓએ જણાવ્યું કે 16 ફાયર ફાઇટર, પાણીના ટેન્કર, એક એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી.
ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ સમયગાળા દરમિયાન ઘાયલ થયેલા બે ફાયર ફાઇટરોને જેજે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે બાદમાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હજુ સુધી આગનું કારણ જાણવા મળ્યું નથી.