ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોરોના વાયરસઃ મહારાષ્ટ્રના પૃથકમાં રખાયેલા 80 દર્દી ડિસ્ચાર્જ - કોરોના વાયરસ

મહારાષ્ટ્ર સરકારએ રવિવારના રોજ કહ્યું કે, કોરોના વાયરસના સંક્રમણના કારણે પૃથક વોર્ડમાં રાખવામાં આવેલા 83 લોકોમાંથી 81 લોકોની રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જ્યારે તેમાંના 80 લોકોને રજા આપવામાં આવી છે, જ્યારે અન્ય લોકોને હજી વોર્ડમાં રાખવામાં આવ્યાં છે.

કોરોના વાયરસઃ મહારાષ્ટ્રના પૃથક વોર્ડમાં રાખવામાં આવેલ 80 દર્દીઓને ડિસ્ચાર્જ
કોરોના વાયરસઃ મહારાષ્ટ્રના પૃથક વોર્ડમાં રાખવામાં આવેલ 80 દર્દીઓને ડિસ્ચાર્જ

By

Published : Feb 24, 2020, 8:24 AM IST

મુંબઇઃ મહારાષ્ટ્ર સરકારએ રવિવારના રોજ જણાવ્યું કે, કોરોના વાયરસના સંક્રમણના કારણે પૃથક વોર્ડમાં ભર્તી કરવામાં આવેલા 83 લોકોમાંથી 81 લોકોની રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. જ્યારે 80 લોકોને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે બાકીના લોકો હજી વોર્ડમાં ભરતી કરાયેલા છે.

એક અધિકારીએ જણાવ્યું કે, બાકીના ત્રણ લોકોને મુંબઇની કસ્તૂરબા હોસ્પિટલમાં ઓબ્ઝરવેશનમાં રાખવામાં આવેલા છે. કેન્દ્ર સરકારના આદેશ પ્રમાણે વાયરસના પ્રભાવિત દેશોમાંથી આવનાર યાત્રિયોની મુંબઇના એરપોર્ટ પર તપાસ કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે, 18 જાન્યુઆરીથી અત્યાર સુધી મુંબઇ એરપોર્ટ પર કુલ 48,295 લોકોની તપાસ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details