લખનઉ: ઉત્તર પ્રદેશના પૂર્વ CM મુલાયમ સિંહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સમાજવાદી પાર્ટીના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર માહિતી આપવામાં આવી છે. SPએ પોતાના ટ્વીટમાં લખ્યું હતું કે, સમાજવાદી પાર્ટીના સ્થાપક આદરણીય નેતા મુલાયમસિંહ યાદવનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ હોસ્પિટલમાં તેઓ સારવાર હેઠળ છે.
યુપીના પૂર્વ મુખ્યપ્રધાન મુલાયમ સિંહ કોરોના સંક્રમિત, હોસ્પિટલમાં કરાયા દાખલ - Corona's report
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન મુલાયમસિંહ યાદવનો કોરોના રિપોર્ટ પિઝિટિવ આવ્યો છે. તેમને ગુડગાંવની મેદંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અંગે સમાજવાદી પાર્ટીએ ટ્વીટ કરીને જાણકારી આપી છે.
મુલાયમ સિંહ
હાલમાં મુલાયમસિંહ યાદવમાં કોરોનાનાં લક્ષણો જણાતા નથી. આ મામલે ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન અખિલેશ યાદવે ટ્વીટ કર્યું હતું કે, નેતાજીની તબિયત સ્થિર છે. બુધવારે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા મુલાયમસિંહ યાદવને સારવાર અર્થે ગુડગાંવની મેદંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ઓગસ્ટમાં મુલાયમસિંહ યાદવને પેશાબની તકલીફના કારણે મેદંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.