ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના સ્વાસ્થ્યમાં કોઈ સુધાર નહીં, હજી પણ વેન્ટિલેટર પર

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના સ્વાસ્થ્યમાં હજી સુદી કોઈ સુધાર આવ્યો નથી. નિષ્ણાતોની ટીમ તેમની પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. આર્મી રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલે એક નિવેદનમાં આ માહિતી આપી છે. મળતી માહિતી મુજબ, પ્રણવ મુખર્જીની તબીબી સ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી. તે હજી પણ વેન્ટિલેટર સપોર્ટ પર છે.

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી

By

Published : Aug 21, 2020, 12:54 PM IST

નવી દિલ્હી: પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના સ્વાસ્થ્યમાં હજી કોઈ સુધારો થયો નથી અને તેઓ હજી વેન્ટિલેટર પર છે. તેમજ તેમના ફેફસામાં લાગેલા ચેપની પણ સારવાર કરવામાં આવી રહી છે. આ માહિતી શુક્રવારે આર્મી રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલ દ્વારા આપવામાં આવી હતી.

ગુરુવારે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના શ્વાસોશ્વાસના પરિમાણોમાં થોડો સુધારો જોવા મળ્યો હતો.

પ્રણવ મુખર્જીને 10 ઓગસ્ટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને મગજની સર્જરી કરાવી હતી. અગાઉ કોવિડ -19 તપાસમાં પણ તેમને ચેપની પુષ્ટિ થઈ હતી.

તેના મગજમાં લોહીની ગાંઠને કાઢવા માટે તેનું ઓપરેશન કરાયું હતું અને ત્યારથી તે કોમામાં હતા. તેમજ તે કોરોના વાઈરસથી પણ સંક્રમિત થયા છે.

ABOUT THE AUTHOR

...view details