નર્મદા મુદ્દે સંધિ મુજબ જ આગળ વધીશુંઃ કમલનાથ - gujarat
મધ્યપ્રદેશઃ મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથે નર્મદા વિવાદ મુદ્દે મહત્વનું નિવેદન આપ્યું છે. કમલનાથે પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે, સંધિ મુજબ જ વર્તવામાં આવશે.
નર્મદા મુદ્દે સંધિ મુજબ જ આગળ વધીશુંઃ કમલનાથ
નર્મદા પાણી વિતરણ મુદ્દે ગુજરાત અને મધ્યપ્રદેશ સરકાર સામસામે આવી ગઈ છે, ત્યારે મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમને નર્મદા અને ગુજરાતને અન્યાય બાબતે પત્રકાર દ્વારા સવાલ પૂછાતાં તેમણે કહ્યું કે, તેમાં કોઈ ગભરાવાની વાત નથી. નર્મદા મુદ્દે સંધિ મુજબ જ આગળ વધવામાં આવશે અને નિર્ણય કરાશે. કરાર બહાર કોઈ પણ નિર્ણય લેવાશે નહીં.