ગુજરાત

gujarat

નસબંધીના નિર્ણય પર કમલનાથ સરકાર સામે આક્રોશ

મધ્યપ્રદેશમાં કોંગ્રેસ સરકાર નસબંધી જાહેર કરી ફરી એકવાર 45 વર્ષ પહેલાની પરિસ્થિતી પેદા કરવાનો પ્રયત્ન કરી રહી છે. જેનો દેશભરમાં ભારે વિરોધ થતાં સરકાર આ નિર્ણય પાછો ખેંચવા મજબૂર બની છે.

By

Published : Feb 21, 2020, 6:27 PM IST

Published : Feb 21, 2020, 6:27 PM IST

mp govt
mp govt

નવી દિલ્હીઃ મધ્યપ્રદેશમાં સત્તાધારી કોંગ્રેસ સરકાર ફરી એકવાર તેના નિર્ણયને લઈ વિવાદમાં સંપડાઈ છે. કારણ કે, આ સરકારે નસબંધી જાહેર કરવાનો નિર્ણય કર્યો હતો. જો કે, આ નિર્ણયનો ભારે વિરોધ થયા બાદ તેને રદબાતલ કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, આ નિર્ણય 45 વર્ષ પહેલા કટોટકટી સમયની યાદ અપાવે છે. જેમાં મુખ્યપ્રધાન ઈન્દિરા ગાંધીએ સમગ્ર દેશમાં નસબંધી જાહેર કરી હતી.

25 જૂન 1975માં કટોકટી જાહેર કરવામાં આવી હતી. તે દરમિયાન ઘણાં એવા વિંવાદિત નિર્ણયો લેવાયા હતા. જેનો પ્રજા દ્વારા ભારે વિરોધ કરાયો હતો. એમાનો એક સૌથી વિવાદિત નિર્ણય નસબંધીનો હતો. સરકારના મત પ્રમાણે આ નિર્ણય વસ્તી નિયંત્રણ કરવા માટે લેવાયો હતો.

આ અભિયાનની શરૂઆત દિલ્હીથી કરવામાં આવી હતી. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે, દેશમાં આશરે 62 લાખ લોકોની નસબંધી કરવામાં આવી હતી. જેમાંથી બે હજાર લોકોના ઑપરેશન દરમિયાન મોત થયા હતા. કહેવાય છે કે, તે સમયે એવી અફવાએ જોર પકડ્યું હતું કે, આ નિર્ણયથી સરકાર મુસ્લિમોની વસ્તીને નિયંત્રણ કરવાનો પ્રયત્ન કરી રહી છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, આ કાર્યમાં અધિકારીઓ અને કર્માચારીઓને ટારગેટ કરાયા હતાં. જો તેઓ આ કામ કરવાની મનાઈ કરે તો તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવાની ધમકી આપવામાં આવતી હતી.

મધ્યપ્રદેશ સરકાર પણ એકવાર ફરી આવો જ માહોલ પેદા કરવાનો પ્રયત્ન કરી રહી છે. મધ્યપ્રદેશ સ્વાસ્થ્ય વિભાગે પોતાના નિર્ણયમાં જણાવ્યું હતું કે,"વિભાગમાં કર્મચારીઓને મહત્તમ નસબંધીના કેસ લાવવા પડશે. જો તેઓ આ કાર્ય ન કરી શકે તો તેમને સેવા કાર્યકાળ અટકાવી દેવામાં આવશે."

આમ, નસબંધીનો ટારગેટ પૂરો કરવા માટેનો મધ્યપ્રદેશ સરકારે પરિપત્ર જાહેર કર્યુ હતું. જેનો વિપક્ષ દ્વારા ભારે વિરોધ કરાયો હતો.

ભાજપ નેતા વિશ્વાસ સારંગે આ અંગે જણાવ્યું હતું કે, "પાર્ટી આ યોજનાની વિરૂદ્ધ નથી. પરંતુ જે રીતે ટારગેટ પૂરો કરવા માટે સરકારે જે પરિપત્ર જાહેર કર્યો છે તે સરકારની દમનનિતી દર્શાવે છે."

આ મામલે કોંગ્રેસના વરિષ્ઠ નેતા માનક અગ્રવાલે જણાવ્યું હતું કે, "જે અધિકારીઓ આ મહિનામાં સરકારે આપેલો ટારગેટ પૂરો નહીં કરે શકે, તેમના વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે."

ABOUT THE AUTHOR

...view details