નવી દિલ્હી: મધ્ય પ્રદેશમાં રાજકારણ છેલ્લા કેટલાક દિવસથી ગરમાયું છે. દિગ્ગી બેંગલુરુના રિસોર્ટમાં બાગી ધારાસભ્યોને મળવા માટે પહોંચ્યા હતા. પરંતુ પોલીસ તેમની અટકાયત કરી છે. દિગ્ગી સિંધિયા ગ્રુપના 22 ઘારાસભ્યો, જે 10 દિવસથી બેંગલુરુમાં છે, તેમણે મનાવવા માટે પહોંચ્યા હતા. પરંતુ કર્ણાટક પોલીસે તેમની અટકાયત કરી છે.
મધ્યમાં મહાભારત: દિગ્વિજય બાગી ધારાસભ્યોને બેંગલુરુમાં મળવા પહોંચ્યા, પોલીસે કરી અટકાયત - દિગ્વિજય સિંહ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન દિગ્વિજય સિંહ બુધવારે બાગી કોંગ્રેસના ધારાસભ્યોને મળવા માટે બેંગલુરુ પહોંચ્યાં હતા. પોલીસે મુલાકાત ન કરવા દેતા દિગ્ગી ધરણા પર બેઠા હતા. જે બાદ કર્ણાટક પોલીસે દિગ્વિજય સિંહની અટકાયત કરી છે.
મહાભારત
કોગ્રેસ નેતાઓએ રસ્તા પર ધરણાં પર બેસી ગયા હતા. મધ્ય પ્રદેશમાં રાજ્યપાલ લાલજી ટંડને બે વાર મુખ્યપ્રધાન કમલનાથને ફ્લોર ટેસ્ટ કરવવાનો આદેશ આપ્યો હતો. મધ્ય પ્રદેશ વિધાનસભાને કોરોના વાયરસના કારણે 26 માર્ચ સુધી સ્થગિત કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ આજે ફ્લોર ટેસ્ટ મુદ્દે સુનાવણી કરશે.