નવી દિલ્હી: પૂર્વ દિલ્હીના સાંસદ ગૌતમ ગંભીર મંગળવારના રોજ ગાઝીપુર લેન્ડફિલ સાઇટ પર નિરીક્ષણ માટે પહોંચ્યા હતા. તેની કાર કચરાના ઢગલા નજીક આવી ત્યારે અચાનક કચરાના દલદલમાં ફસાઈ ગઈ હતી. જેને ઘણા પ્રયત્નો બાદ બહાર કાઢવામાં આવી હતી. ચોંકાવનારી વાત એ છે કે, ગૌતમ ગંભીર એવો દાવો કરી રહ્યો છે કે, તેમના પ્રયત્નોથી ગાજીપુર લેન્ડફિલ સાઇટનો દેખાવ બદલી રહ્યો છે. પરંતુ સાંસદની ગાડી જ આ કચરાના ઢેરમાં અટવાઈ ગઈ હોવાથી તેમના દાવા પર સવાલ ઉભા થઇ રહ્યા છે.
સાંસદ ગૌતમ ગંભીરની ગાડી ગાઝીપુર લેન્ડફિલ સાઇટ પરના કચરાના ઢગમાં ફસાઈ - mp gautam gambhir vehicle stuck
તેમના વિસ્તારમાં વિકાસનો દાવો કરી રહેલા પૂર્વ દિલ્હીના સાંસદ ગૌતમ ગંભીરની ગાડી ગાઝીપુર લેન્ડફિલ સાઇટ પર પડેલા કચરાના ઢગલામાં અટવાઈ ગઇ હતી, જેને ઘણી મુશ્કેલી બાદ બહાર કાઢવામાં આવી હતી.
સાંસદ ગૌતમ ગંભીરની ગાડી ગાઝીપુર લેન્ડફિલ સાઇટ પરના કચરાના ઢગલામાં ફસાઈ
સાંસદની ગાડી કચરાના ઢગલામાં અટવાઈ જતા ત્યાં હાજર લોકોમાં અફરાતફરી મચી ગઇ હતી. કેટલાક કામદારોને ઝડપથીમાં બોલાવવામાં આવ્યા હતા અને લગભગ અડધા કલાકની મહેનત પછી તેમની કાર કચરાના ઢગલામાંથી બહાર નીકળી હતી. જે બાદ અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો.