ગુજરાત

gujarat

ETV Bharat / bharat

લોકડાઉન : પ્રકૃતિનો મનમોહક અંદાજ, જલંધરથી જોવા મળી હિમાલયની ટોંચ

દેશમાં લોકડાઉનની વચ્ચે પ્રકૃતિનો હસતો ચહેરો સામે આવ્યો છે. હકીકતમાં પંજાબના જલંધરમાં પર્વતરાજ હિમાલયની ખૂબસુરતી નજર આવી રહી છે. તે સાથે જ લોકડાઉનને પગલે વાહન વ્યવહાર સ્થગિત થવાથી પ્રદૂષણનું સ્તર પણ ઓછું આવ્યુ છે.

લોકડાઉન : પ્રકૃતિનો મનમોહક અંદાજ, ઝાલંધરથી જોવા મળી હિમાલયની ટોંચ
લોકડાઉન : પ્રકૃતિનો મનમોહક અંદાજ, ઝાલંધરથી જોવા મળી હિમાલયની ટોંચ

By

Published : Apr 4, 2020, 2:44 PM IST

નવી દિલ્હી : લોકડાઉનની સ્થિતિમાં લોકો પોતાના ઘરમાં રહેવા મજબૂર બન્યા છે, ત્યારે પ્રકૃતિમાં એક અનોખો અંદાજ જોવા મળ્યો છે. તે સમયે પ્રકૃતિની સુદરતા લોકોના મન મોહી લીધી છે.

લોકોના કેમેરામાં કેદ થયેલો ફોટો

ઉલ્લેખનિય છે કે, દેશના તમામ રાજ્યમાં લોકડાઉન છે. આ ક્રમમાં પંજાબ પણ સામેલ છે. જેમાં જલંધરના લોકોને પ્રકૃતિનો એક અનોખો અંદાજ જોવા મળ્યો હતો. હકીકતમાં જલંધરના લાંબા પિંડ વિસ્તારથી હિમાલય પર્વતની શ્રૃંખલા ચોખ્ખી જોવા મળી હતી.

સોશિયલ મીડિયા

આ સાથે ઉદ્યોગના બંધ થવા અને લોકડાઉનના પગલે વાહન વ્યવહાર બંધ થવાથી પ્રદુષણમાં ઘટાડો થયો છે જેની અસર પ્રકૃતિમાં પણ જોવા મળી હતી અને પ્રકૃતિ ખીલ ઉઠી હતી.

હિમાલયની ટોંચનો નજારો

શુક્રવારે સવારે લોકોએ છત પર જઇ અને આ મનમોહક નજારો પોતાના કેમેરામાં કેદ કર્યો હતો. ઉલ્લેખનિય છે કે 25 માર્ચના રોજ વડાપ્રધાન મોદીએ 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી છે. જેના પગલે લોકોની મુશ્કેલી તો પડી જ રહી છે, પરંતુ પ્રકૃતિમાં પણ બદલાવ જોવા મળ્યો હતો. જે સમય દેશ માટે મહત્વનો છે તેમ પણ કહી શકાય કારણ કે મન મોહક નજારાને પગલે લોકોનો અંદાજ પણ બદલાશે.

સોશિયલ મીડિયા

ABOUT THE AUTHOR

...view details