ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મોટાભાગની પાર્ટીઓએ EVM પર વિશ્વાસ દેખાડ્યો છે: સુનીલ અરોડા - VVPAT

અમરાવતી: મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) સુનીલ અરોડાએ મંગળવારે કહ્યું કે, 'મોટાભાગની પાર્ટીઓ'એ  ઇલેક્ટ્રોનિક વોટીંગ મશીન (EVM) પર પોતાનો વિશ્વાસ દેખાડ્યો છે.  જો કે, તેમણે એ બાબતે નારાજગી વ્યક્ત કરી છે કે, કેટલાક વિભાગોએ તેને જાણી જોઈને વિવાદનો મુદ્દો બનાવ્યો છે.

કોન્સેપ્ટ ફોટો

By

Published : Feb 13, 2019, 1:53 PM IST

અરોડાએ કહ્યું કે, EVM સાથે છેડછાડ કરવામાં અને તેના ખરાબ થવામાં ફર્ક છે અને 'અત્યાર સુધીમાં EVM સાથે છેડછાડ કરવાની કોઈપણ બાબત સાબિત થઈ નથી'

જો કે, CEC એ વિવિધ પક્ષોના VVPAT સ્લિપ્સની ગણતરી અંગે કોઈ પ્રતિબદ્ધતા નથી કરી, તેમ છતાં જણાવ્યું કે, VVPAT પર જાગરૂકતા લાવવા માટે ઝુંબેશ શરૂ કરવામાં આવશે.

અરોડાએ વધુમાં કહ્યું હતુ કે, 'મોટાભાગની પાર્ટીઓએ EVM દ્વારા મતદાન પર પોતાનો વિશ્વાસ દેખાડ્યો છે, જો કે કેટલીક પાર્ટીઓ અને VVPAT સ્લિપ્સની ગણતરી કરવાનું કહ્યું છે. કેટલાક દળો ઈચ્છે છે કે, આ મશીનો મતદાન માટે કેવી રીતે કામ કરે છે તેની વ્યાવહારિક પ્રસ્તુતિ આપવામાં આવે જેથી મતદાતાઓને આનાથી પરિચિત કરવામાં આવે કે આનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે'

ભૂતપૂર્વ આઇએએસ અધિકારીએ જણાવ્યું હતું કે, EVM એ 2014માં ખાસ પરિણામ આપ્યું હતું.

CEC એ કહ્યું કે, તેના બાદ દિલ્હી, ગુજરાત, મહારાષ્ટ્ર, બિહાર, મધ્યપ્રદેશ, ત્રિપુરા, મિઝોરમમાં ચૂંટણી થઈ હતી અને તેના પરીણામ અલગ રહ્યા હતા પરંતુ EVMને જાણી જોઈને વિવાદનો મુદ્દો બનાવ્યો છે.

અરોડાએ કહ્યું કે, ભારતીય સાંખ્યિક સંગઠન અને રાષ્ટ્રીય નમૂના સર્વેક્ષણ સંગઠન (NSSO)ના વિશેષજ્ઞ VVPATની ગણનાની સંભાવના પર પોતાનો રીપોર્ટ જલ્દી જ સોંપશે.

CECએ આંધ્રપ્રદેશમાં ચૂંટણી કમિશનર અશોક લવાસા અને અન્ય ટોચના અધિકારીઓ સાથે ચૂંટણીની તૈયારીની સમીક્ષા કરી હતી અને રાજ્યના અધિકારીઓ અને વિવિધ રાજકીય પક્ષો સાથેના તેમના બે દિવસીય પરામર્શ વિશે મીડિયાને જણાવ્યું હતું.

અરોરાએ તાજેતરમાં EVMના કથિત 'હેકિંગ'ને 'લંડન ઇન સર્કસ' તરીકે વર્ણવ્યું હતું અને જણાવ્યું હતું કે, બ્રિટીશ યુનિયન ઑફ જર્નાલિસ્ટ્સ અને ઇન્ડિયનયુનિયન ઑફ જર્નાલિસ્ટ્સ...જેના વિશે એવું માનવામાં આવે છે કે, તેણે આ પ્રોગ્રામનું આયોજન કર્યું હતું. તેઓએ ખુદને આનાથી અલગ કરી લીધો છે.

તેમણે જણાવ્યું હતું કે, "જે વ્યક્તિએ દાવો કર્યો છે કે, તે ઇસીઆઇએલના ભૂતપૂર્વ કર્મચારી છે તેના વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે, હકીકતમાં તે કંપનીનો કર્મચારી નથી. અત્યાર સુધીમાં, EVM સાથે છેડછાડ કરવાની કોઈપણ બાબત સાબિત થઈ નથી.

અરોરાએ કહ્યું છે કે, આયોગે આંધ્રપ્રદેશ સરકારની યોજનાને "ઊંડાણપૂર્વક અભ્યાસ" કરવાનો નિર્ણય લીધો છે. આ યોજના હેઠળ, મહિલા સ્વ-સહાયક જૂથોના દરેક સભ્ય (ત્રણ હપ્તાઓમાં) રૂ. 10,000ની રોકડ આપવામાં આવશે. આ પ્રકારની ફરિયાદો હતી કે સ્ત્રી મતદારોને રોકડ આપીને લાલચ આપવાની બાબત છે.

તેમણે કહ્યું કે, તેમણે રાજ્ય સરકાર પાસેથી એક અહેવાલ માંગ્યો છે. સરકારે દાવો કર્યો છે કે તે 2015ની એક યોજનાનો વિસ્તાર છે. અરોરાએ 'સંવેદનશીલ સમુદાયો' માટે મતદાન બૂથને અલગ કરવા માટે ઇન્કાર કર્યો હતો, પરંતુ કહ્યું હતું કે, જરૂર પડે ત્યાં પૂરતી પર્યાપ્ત સુરક્ષા આપવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details