હૈદરાબાદઃ જીએચએમસી ખાતેના ચીફ એન્ટોમોલોજિસ્ટ ડો. રામબાબુએ ઇનાડુ સમક્ષ તેમના અભિપ્રાયો રજૂ કર્યા હતા.
નિષ્ણાતો જણાવે છે કે, લીમડાનું તેલ અને કોપરેલ સમાન માત્રામાં લઇને તે મિશ્રણને ત્વચા પર લગાવવાથી આશરે આઠ કલાક સુધી મચ્છરથી બચી શકાય છે. લીમડાનું તેલ એન્ટિબેક્ટેરિયલ, એન્ટિવાઇરલ અને એન્ટિપ્રોટોઝોલ તત્ત્વો ધરાવે છે. બંને તેલના આ મિશ્રણનો સ્થિર પાણીમાં પણ છંટકાવ કરી શકાય છે. પાણી પરનું ચીકાશયુક્ત સ્તર મચ્છરના લારવાને મારી નાંખે છે. વાસ્તવમાં આ હેતુ માટે કોઇપણ તેલનો ઉપયોગ કરી શકાય.
લારવા સ્થિર પાણીની અંદર પાંગરે છે. તુલસી, ફૂદીનો, સિટ્રોનેલ્લા અને લેમન ગ્રાસ જેવા છોડ મચ્છરોની વસ્તીને નિયંત્રિત કરવાની ક્ષમતા ધરાવે છે.
એપાર્ટમેન્ટમાં વસવાટનું પ્રમાણ વધવા સાથે શહેરી વિસ્તારોમાં મચ્છર જાળીની એટલી માગ પ્રવર્તતી નથી. જોકે, ગ્રામીણ વિસ્તારોમાં તે હજી પણ પ્રચલિત છએ. આ નેટ મચ્છરના ડંખથી બચવા માટે ઘણી ઉપયોગી નીવડે છએ.