ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા આગાહી કરવામાં આવી હતી કે, શનિવારે કેરળમાં ચોમાસાની શરૂઆત થઇ શકે છે. આ સાથે જ નાગાલેન્ડ, છત્તીસગઢ, મિઝોરમ, ત્રિપુરા, આસામ, મેઘાલય અને કેરળમાં આગામી 72 કલાકમાં ભારે વરસાદ પડી શકે છે.
કેરળમાં થશે ચોમાસાની શરૂઆત, જાણો ક્યા રાજ્યમાં ભારે વરસાદની આગાહી - Rain
નવી દિલ્હીઃ હાલ રાજ્ય સહિત સમગ્ર દેશમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ થયા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી ચોમાસાની આગાહી કરવામાં આવી છે.
rain
હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, દેશના અમુક રાજ્યોમાં ચોમાસું મોડું આવવાથી વરસાદમાં કોઇ ફેરફાર નહીં થાય. જોકે, જૂન મહિનામાં ઓછો વરસાદ થઇ શકે છે.