ન્યૂઝ ડેસ્કઃ માદા એનોફિલ્સ મચ્છરો દ્વારા ફેલાતા પરોપજીવીઓને કારણે મેલેરિયા થાય છે. તેઓ ડંખ મારીને બીમારીનું સંક્રમણ કરે છે. તીવ્ર જ્વરની આ બીમારી ખૂબ તાવ આવવો, માથું દુઃખવું અને ઠંડી લાગવી, જેવાં લક્ષણો ધરાવે છે. આંશિક રોગપ્રતિકારકતા જોખમ સાથે વિકસાવવામાં આવે છે અને તે બીમારીની તીવ્રતા ઘટાડે છે.
કારણો અને સારવાર
આબોહવા જ્યારે મચ્છરોને સાનુકૂળ હોય (ચોમાસાની સિઝનની આસપાસના ગાળામાં વધારો થતો જોવા મળે છે) તેમજ મનુષ્યોમાં રોગપ્રતિકારકતા ઓછી હોય તેમજ સંક્રમણની સંભાવના વધુ હોય ત્યારે આ મહામારી જોર પકડે છે. આ એવો કિસ્સો થઈ શકે છે, જેમકે શરણાર્થીઓના સંકટની માફક વિશાળ વસ્તીને એક નવા જ પ્રદેશમાં મૂકી દેવામાં આવે.
એટલે જ પરિમાણ અને દિશા બંને ઉપર અંકુશ માટે મચ્છરદાનીઓ (ઈન્સેક્ટિસાઈડ-ટ્રીટેડ નેટ્સ - આઈટીએન)નો વપરાશ તેમજ ઘરની અંદર મચ્છર ભગાડવા-મારવાની દવાઓ (ઈન્ડોર રેસિડ્યુઅલ સ્પ્રેઇંગ - આઈઆરએસ) મેલેરિયાથી બચવા માટેની શ્રેષ્ઠ પદ્ધતિ છે અને તેને ડબલ્યુએચઓએ અસરકારક રક્ષણાત્મક સાધનો ગણાવ્યાં છે. મેલેરિયાનું નિદાન થાય ત્યારે હાલમાં શ્રેષ્ઠ સારવાર એક્ટ (આર્ટેમિઝિનિન-બેઝ્ડ કોમ્બિનેશન) થેરપી છે.
ચોમાસાની કહાનીઓ, બીમારીઓ, મેલેરિયા ભારતમાં મેલેરિયા
આ બીમારી માટે ભારતનો અનુભવ ઘણો સકારાત્મક રહ્યો છે, પરંતુ સતત સાવધાની અને કટિબદ્ધ પગલાં લેવાંની તાકીદ કરે છે. વર્ષ 2016ની સરખામણીએ વર્ષ 2019માં મેલેરિયાના કેસો / મૃત્યુમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
છેલ્લાં ચાર વર્ષનાં કેસો તેમજ મૃત્યુની વિગતો નીચે મુજબ છે
મેલેરિયાગ્રસ્ત વિસ્તારોનું રાજ્યવાર વિશ્લેષણ :
સરકારે દેશમાં મેલેરિયાની ચપેટમાં આવેલા વિસ્તારો તારવ્યા છે. વર્ષ 2018ના આંકડા મુજબ હંમેશા આ બીમારીના સકંજામાં રહેતા હોય તેવા (પરોપજીવીઓના હુમલાની સંખ્યા વર્ષે એક કરતાં વધુવાર હોય) તેવા જિલ્લાઓની સંખ્યા વર્ષ 2016માં 132થી ઘટીને 2018માં 63 થઈ છે.
મેલેરિયાથી પડતો આર્થિક બોજ
મલેરિયાને કારણે ભારત ઉપર અંદાજે 194 કરોડ અમેરિકન ડોલરનો આર્થિક બોજ પડે છે. પુખ્ત વયના લોકોમાં મેલેરિયાને કારણે સરેરાશ બેથી છ દિવસ જેટલું ઉત્પાદકતાનું નુકસાન થાય છે.
માતાઓ અને અન્ય સંભાળ લેનારાઓ બાળક અથવા પરિવારનો કોઈ સભ્ય મેલેરિયામાં સપડાય એટલે વધુ બેથી ચાર દિવસો જેટલા સમયનો ભોગ આપે છે. આ બીમારી અપ્રમાણસર રીતે સમાજના આર્થિક રીતે નબળા વર્ગો તેમજ સગર્ભા અને પાંચ વર્ષથી નાનાં બાળકોને ઝપેટમાં લે છે.
મેલેરિયાને નિયંત્રણમાં લેવા માટે સરકારના કાર્યક્રમો
નેશનલ ફ્રેમવર્ક ફોર મેલેરિયા એલિમિનેશન (એનએફએમઈ)
11મી ફેબ્રુઆરી, 2016ના રોજ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા નેશનલ ફ્રેમવર્ક ફોર મેલેરિયા એલિમિનેશન (એનએફએમઈ) શરૂ કરાયું.
તેના દસ્તાવેજમાં વિઝન, મિશન અને વ્યાપક સિદ્ધાંતો તેમજ પદ્ધતિઓની રૂપરેખા દર્શાવતાં દેશમાંથી મેલેરિયાને નાબૂદ કરવાનું લક્ષ હાંસલ કરવાનું જણાવાયું. આ લક્ષ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુએચઓ)ની મેલેરિયા 2016-2030 માટેની ગ્લોબલ ટેકનિકલ સ્ટ્રેટેજી (જીટીએસ) તેમજ એશિયા પેસિફિક માટે એશિયા પેસિફિક લીડર્સ મેલેરિયા એલાયન્સ (એપીએલએમએ) દ્વારા તૈયાર કરાયેલા મેલેરિયા એલિમિનેશન રોડમેપ સાથે સુસંગત રહે તે રીતે નક્કી કરાયું છે. ભારતનું લક્ષ વર્ષ 2027 સુધીમાં દેશમાંથી મેલેરિયાને નાબૂદ કરવાનું છે.
એનએફએમઈ (2016-2030) સાથે તાલમેળ જાળવીને વર્ષ 2017-22 સુધીના ગાળા માટે નેશનલ સ્ટ્રેટેજિક પ્લાન (એનએસપી) ઘડવામાં આવ્યો, જેમાં જિલ્લા આધારિત આયોજન, અમલીકરણ અને દેખરેખ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું અને ખાનગી ક્ષેત્ર સહિત તમામ ક્ષેત્રોને સાંકળવામાં આવ્યાં.
આ મહામારીને અંકુશમાં લેવા માટે ભારતનો અનુભવ અત્યંત સકારાત્મક છે, છતાં પણ સતત સાવધાની અને સંનિષ્ઠ પગલાંની આવશ્યકતા છે. દેશમાં વર્ષ 2016ની સરખામણીએ 2019માં મેલેરિયાના કેસો / મૃત્યુમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.