નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે એટલે કે શુક્રવારે સવારે 9 કલાકે દેશવાસીઓને સંબોધિત કરશે. આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટ્વિટ કરી માહિતી આપી છે.
વડાપ્રધાન મોદી આવતીકાલે વીડિયોના માધ્યમથી દેશવાસીઓનું કરશે સંબોધન - કોરોનાવાઈરસ અંગે નરેન્દ્ર મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી માહિતી આપી છે કે આવતીકાલે એટલે કે શુક્રવારે તે વીડિયોના માધ્યમથી દેશવાસીઓને સંબોધિત કરશે.
PM modi
વડાપ્રધાન મોદીએ ટ્વિટ કર્યુ છે કે, 'હું કાલે સવારે નવ કલાકે દેશવાસીઓ સાથે એક વીડિયો સંદેશ શેર કરીશ.'
નોંધનીય છે કે 24 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં લોકડાઉનની જાહેરાત કરી હતી. જેનો આજે નવમો દિવસ છે. દેશમાં કોરોનાના અસરની વાત કરવામાં આવે તો સમગ્ર દેશમાં કોરોના વાઇરસ સંક્રમિત લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. હાલ ભારતમાં કોરોના સંક્રમિત દર્દીની સંખ્યા 2000ને આસપાસ પહોંચી છે.