ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દશેરા પર ગુજરાતીઓને ભેટઃ વડાપ્રધાન મોદીએ રોપ વે સહિત ત્રણ યોજનાનુ કર્યુ ઉદ્ધાટન - મહેસૂલપ્રધાન કૌશિકભાઇ પટેલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા ગુજરાતમાં 3 યોજનાઓનું ઇ લોકાપર્ણ કર્યુ છે. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ઊર્જાપ્રધાન સૌરભ પટેલ જૂનાગઢમાં તથા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને મહેસૂલપ્રધાન કૌશિકભાઇ પટેલ અમદાવાદમાં ઉપસ્થિત રહ્યાં હતાં.

projects
projects

By

Published : Oct 24, 2020, 10:06 AM IST

Updated : Oct 24, 2020, 11:53 AM IST

  • વડાપ્રધાન મોદીએ કર્યુ ગુજરાતમાં 3 યોજનાઓનું લોકાપર્ણ
  • આરોગ્ય, ઊર્જા, પ્રવાસન અને ખેડૂતલક્ષી 3 યોજનાઓ
  • ગિરનાર રોપ વે યોજના પર છે સૌની નજર
  • ખેડૂતોને દિવસે વીજપુરવઠો આપવામાં આવશે
  • હૃદયની બીમારી ધરાવતા બાળકો માટે વિશેષ સુવિધા

જૂનાગઢ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા 3 યોજનાઓનું ઇ લોકાપર્ણ કર્યુ છે. તેઓ દિલ્હીથી જ જૂનાગઢના ગિરનાર રોપ વે અને ખેડુતો માટે 'કિસાન સૂર્યોદય યોજના' અને સિવિલ હોસ્પિટલના બાળ હ્રદયરોગની હોસ્પિટલનું લોકાપર્ણ કર્યુ છે.

1. એશિયાના સૌથી મોટા રોપ વે નું ઇ-લોકાર્પણ

ગિરનારની ટોચ પર આવેલા ભગવાન દત્તાત્રેયના મંદિરના દર્શન માટે 10 હજારથી વધુ પગથિયાં ચડીને હાલ જવું પડે છે. ત્યારે શારીરિક મુશ્કેલી હોય તેવા યાત્રિકો-વૃદ્ધો તેમજ બાળકોને આટલા પગથિયાં ચડવામાંથી મુક્તિ મળશે અને રોપ વેની સહેલગાહનો લાભ પણ લઇ શકાશે. 2.3 કિલોમીટરનો આ રોપ વે મંદિર માટેનો સૌથી મોટો રોપ વે છે. દેશમાં પેસેન્જર રોપ વેના ક્ષેત્રે પાયોનિયર ગણાતી કંપની ઉષા બ્રેકોએ આ રોપ વે વિકસાવ્યો છે. ગિરનાર રોપ વે એક કલાકમાં 800 લોકોનું અને એક દિવસમાં 8,000 લોકોનુ વહન કરવાની ક્ષમતા ધરાવે છે. રોપ વેનું ભાડું સૌને પોસાશે કે કેમ એ તો શરુ થયાં બાદ જ જાણી શકાશે. તેમાં જવાના અને પરત ફરવાના એમ ટુ વે રોપવેના ઉપયોગના 750 રુપિયા નક્કી કર્યા છે. જો એક જ વાર ઉપયોગ કરવો હશે તો 400 રુપિયા આપવાના રહેશે. જ્યારે બાળકો માટેની ટિકિટનો દર 350 રૂપિયા નક્કી કરાયો છે. ગિરનાર રોપ વે દેશનો અત્યંત આધુનિક પેસેન્જર રોપ વે છે અને તેમાં નવ ટાવરનો સમાવેશ કરાયો છે. આ કારણે યાત્રિકો માટે ગિરનારની યાત્રા ખૂબ જ સરળ બની રહેશે અને વધુ લોકો ગિરનાર આવવા માટે આકર્ષાશે.

વડાપ્રધાન 3 યોજનાઓનું કરશે ઇ લોકાપર્ણ

2 કિસાન સૂર્યોદય યોજનાનો પણ શુભારંભ કરાવ્યો પીએમએ

ગુજરાતના ખેડૂતોને સિંચાઇની સુવિધા માટે દિવસે વીજળી આપવામાં આવે, આ માગ પણ સરકારે સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. પ્રથમ તબક્કામાં પાટણ, ગીર સોમનાથ અને દાહોદ જિલ્લાના અંદાજે 2 થી 3 હજાર ગામડાંઓના ખેડૂતોને સિંચાઇ માટે દિવસે વીજળી પુરી પાડતી ‘‘કિસાન સૂર્યોદય યોજના’’ નો પણ આ જ દિવસે વડાપ્રધાન દ્વારા શુભારંભ કરાવાશે. રાજ્યના નાગરિકોને આરોગ્ય, પ્રવાસન અને ખેડૂતો માટેની સિંચાઇ સુવિધા માટેના આ પ્રકલ્પોનું લોકાર્પણ થતાં રાજ્યના નાગરિકોની સુખાકારી વધશે અને વધુને વધુ સવલતો મળતી થશે. આ યોજના હેઠળ રાજ્યના 17.25 લાખ ખેડૂતોને આવરી લેવામાં આવશે. ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ખેડૂતોની વર્ષો જૂની માગણી પૂર્ણ કરી છે. આ માટે જરુરી માળખાકીય નેટવર્ક ઉભું કરવા માટે 2020-21ના વર્ષના બજેટમાં આગામી ત્રણ વર્ષ માટે રૂ.3500 કરોડની જોગવાઇ કરાવામાં આવી છે.આગામી સમયમાં ગુજરાત સરકાર રુ. 520 કરોડના ખર્ચે 11 નવા 220 કે. વી. સબસ્ટેશન, રુ. 2444.94 કરોડના ખર્ચે 254 નવી 220 /132/ 66 કે. વી. લાઇન ઊભી કરવામાં આવશે.

3 યુ.એન. મહેતામાં હૃદયની બીમારી ધરાવતા બાળકો માટે વિશેષ સગવડ

યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી અને રિસર્ચ સેન્ટર સાથે જોડાયેલ પેડિયાટ્રિક હાર્ટ હોસ્પિટલના ઉદઘાટન સાથે હવે કાર્ડિયોલોજી માટે ભારતની સૌથી મોટી હોસ્પિટલ બનશે. તે વિશ્વની ગુણવત્તાવાળી તબીબી માળખાકીય સુવિધાઓ અને તબીબી સુવિધાઓવાળી વિશ્વની પસંદગીની કેટલીક હોસ્પિટલોમાંની એક પણ બનશે. યુ.એન. મહેતા હાર્ટ રિસર્ચ ઇન્સ્ન્ટિટ્યૂટને રૂ. 470 કરોડના ખર્ચે વધુ સુસજ્જ બનાવાઈ છે. અહીં હવે 850 બેડની સુવિધા ઉપલબ્ધ બની છે. હવેના સમયમાં નવજાત બાળકોમાં પણ હૃદયરોગ સંબંધી તકલીફો જોવા મળતી હોય છે ત્યારે તેમને માટે પણ વિશેષ સગવડ કરવી જરુરી હતી. જેથી નાના બાળકો કે જન્મતાની સાથે કે જન્મ્યા બાદ હૃદયની બિમારી ધરાવતાં હોય તેમને હૃદયરોગની સારવાર આપવા માટે અલાયદી વ્યવસ્થા આ હોસ્પિટલમાં ઉભી કરાઇ છે જેનું ઇ-લોકાર્પણ પણ વડાપ્રધાન દ્વારા કરવામાં આવ્યું છે.

Last Updated : Oct 24, 2020, 11:53 AM IST

ABOUT THE AUTHOR

...view details