મોદીએ ટ્વીટ કરી કહ્યું કે, "તમારો ચોકીદાર દ્રઠતા સાથે ઉભો છે અને રાષ્ટ્રની સેવા કરી રહ્યો છે. પરંતુ હું એકલો નથી. દરેક લોકો ભ્રષ્ટાચાર, ગંદગી, સામાજિક દુષણોથી લડી રહ્યા છે, તે ચોકીદાર છે. ભારતની પ્રગતિ માટે દરેક લોકો મહેનત કરી રહ્યા છે."
મોદીએ શરુ કર્યું 'મૈં ભી ચોકીદાર' અભિયાન
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના તંજ 'ચોકીદાર ચોર છે'ના જવાબમાં શનિવારે 'મે ભી ચોકીદાર' અભિયાન શરુ કર્યું છે.
તેમણે કહ્યું કે, "આજે દરેક ભારતીય કહી રહ્યો છે. હું પણ ચોકીદાર." વડાપ્રધાને ટ્વીટ સાથે એક 3.45 મિનીટનો વીડિયો પણ શેર કર્યો છે જેમાં લોકોને અભિયાનમાં ભાગીદાર બનવાનો આગ્રહ કરવામાં આવ્યો છે. અભિયાનના ભાગ રુપે મોદી 31 માર્ચે વીડિયોના માધ્યમથી દેશભરમાં લોકો સાથે સંવાદ કરશે.
ભારતીય જનતા પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે, અભિયાનને રાહુલ ગાંધીના તંજના જવાબમાં શરુ કરવામાં આવ્યું છે. જેમકે 2014માં પૂર્વ કેન્દ્રીય પ્રધાન મણિશંકર અય્યરના 'ચાયવાલે' તંજનો આક્રમક રીતે જવાબ આપવામાં આવ્યો હતો.