ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઉમર અબ્દુલાના અલગ વડાપ્રધાનવાળા નિવેદન પર મોદીનો સણસણતો જવાબ - pm modi

ન્યૂઝ ડેસ્ક: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેશનલ કોંન્ફ્રેંસના નેતા ઉમર અબ્દુલા પર કાશ્મીર માટે અલગ વડાપ્રધાનવાળા નિવેદનને લઈ જવાબ આપ્યો છે. વડાપ્રધાને સાથે સાથે ઉમરની પાર્ટીને સપોર્ટ કરતા મહાગઠબંધનને પણ સલાહ આપી છે કે, તેઓ આ અંગે પોતાનો મત રજૂ કરે.

design photo

By

Published : Apr 2, 2019, 11:54 AM IST

મોદીએ કહ્યું હતું કે, મીડિયામાં એવી ખબર ચાલી રહી છે કે, ઉમર અબ્દુલાએ કહ્યું છે કે, કાશ્મીર માટે અલગ વડાપ્રધાન હોવા જોઈએ.

વડાપ્રધાને સવાલ કર્યો હતો કે, શું હિન્દુસ્તાનમાં બે વડાપ્રધાન હોવા જોઈએ. શું તમે આ બાબતે સહમત શો ? કોંગ્રેસ તથા મહાગઠબંધનને આ અંગે જવાબ આપવો જોઈએ. શું કારણ છે તથા તેમને આવું બોલવાની હિમ્મત ક્યાંથી આવી ?

મોદીએ એમ પણ ઉમેર્યું હતું કે, તમે પાછા 1953માં લઈ જવા માંગો છો.

ભાજપ નેતાઓની ધારા 370 ખતમ કરવાના પક્ષને લઈ અબ્દુલાએ વર્ષો પહેલા વડાપ્રધાન બનવાની વાતનો ઉલ્લેખ કર્યો હતો.

વડાપ્રધાને આ બાબતે મમતા બેનર્જી, આંધ્રના ચંન્દ્રબાબૂ નાયડૂ, દેવગૌડા જેવા નેતાઓને લલકાર આપ્યો છે અને કહ્યું કે, તમે દેશની સામે જવાબ આપો કે, તમે આ બાબતે સહમત છો.

વડાપ્રધાન મોદીએ જવાબ આપતા કહ્યું હતું કે, અલગાવવાદી તથા આતંકવાદી ઈચ્છે છે કે, કાશ્મીરના બે ભાગ થઈ જાય. ભારત તેને ક્યારે નહીં સ્વિકારે.

ABOUT THE AUTHOR

...view details