નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે તેમના ઇઝરાઇલી સમકક્ષ બેન્જામિન નેતન્યાહૂ સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી. જેમાં કોરોના વાઈરસના ફેલાવાને અટકાવવા અને સંબંધિત સરકારો દ્વારા અપાયેલા પ્રતિભાવ વ્યૂહરચના અંગે ચર્ચા કરી હતી.
નેતાઓએ રોગચાળા સામે લડવા માટે ભારત અને ઇઝરાઇલ સાથે રહીને એકબજાને મદદરૂપ થવા જણાવ્યું હતું. જેમાં ફાર્માસ્યુટિકલ સપ્લાયની ઉપલબ્ધતામાં સુધારો કરીને અને ઉચ્ચ તકનીકીના નવીન ઉપયોગ વિશે જણાવાયું હતું. તેમજ બંનેએ આવા સુમેળને શોધવા માટે સંદેશાવ્યવહારની એક કેન્દ્રિત ચેનલ જાળવવાની સંમતિ પણ આપી હતી.