નવી દિલ્હી : કેન્દ્રીય પ્રધાનમંડળે બુધવારે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના કેન્દ્ર શાસિત પ્રદેશોમાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ રૂપિયા 520 કરોડ રૂપિયાના વિશેષ પેકેજને મંજૂર આપી છે.
લદ્દાખમાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત રૂપિયા 520 કરોડના પેકેજને મંજૂરી - વડા પ્રધાન નરેન્દ્ર મોદી
કેન્દ્રીય પ્રધાનમંડળે બુધવારે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના કેન્દ્ર શાસિત પ્રદેશોમાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ રૂપિયા 520 કરોડ રૂપિયાના વિશેષ પેકેજને મંજૂર આપી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે આ માહિતી આપી હતી. જાવડેકરે પત્રકારોને જણાવ્યું હતું કે,"કેન્દ્રીય પ્રધાનમંડળે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં દીનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન માટે રૂપિયા 520 કરોડના વિશેષ પેકેજને મંજૂરી આપી છે."
તેમણે કહ્યું કે, 'મોદી સરકાર એવી પરિકલ્પના કરે છે કે, આ યોજના 10 કરોડ મહિલાઓ સુધી પહોંચે. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં, આ યોજના હેઠળ ખૂબ જ ઓછી મહિલાઓ દ્વારા નોંધણી કરાવામાં આવતી હતી. હવે ત્યા 10 લાખ મહિલાઓ હશે એટલે કે બે તૃતીયાંશ પરિવારો આ યોજના હેઠળ જોડાશે. જેના માટે એક વિશેષ પેકેજ આપવામાં આવ્યું છે.'' કેન્દ્રીય પ્રધાનને આશા જતાવી છે કે બંન્ને કેન્દ્ર શાસિત પ્રદેશોના લોકો આ નિર્ણયનું સ્વાગત કરશે."