ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મોદી સરકાર 2.0: સરકારના ઐતિહાસિક 100 દિવસ, મોદી સરકારનું રિપોર્ટ કાર્ડ

નવી દિલ્હી: નરેન્દ્ર મોદી સરકારે બીજા કાર્યકાળમાં 100 દિવસ પુરા ક્યા છે. જો કે, વિપક્ષ તરફથી સરકારને અનેક વખત આરોપ-પ્રત્યારોપનો સામનો પણ કરવો પડ્યો છે. તેમ છતાં પણ સરકારે અનેક મુસિબતોની વચ્ચે પણ 100 દિવસ શાનદાર રીતે પૂર્ણ કર્યા છે. ત્યારે આવો જાણીએ આ 100 દિવસમાં મોદી સરકારે કેવા મહત્વના નિર્ણયો લીધા છે.

ians

By

Published : Sep 7, 2019, 5:09 PM IST

જમ્મુ કાશ્મીરમાંથી 370 અને 35 A હટાવી

- સંવિધાન( જમ્મુ અને કાશ્મીર માટે પ્રસ્તાવ લાવ્યા) બિલ 2019, ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કલમ 370 સંબંધિત 1954ના આદેશને પાછા ખેંચવાનો આદેશ જાહેર કર્યો.

- ભારતના સંવિધાનમાં અનુચ્છેદ 370ને હટાવવાનો સંકલ્પ કર્યો.

- 2019ની શરુઆતમાં ચૂંટણી પ્રચાર દરમિયાન આ વિષય ઉઠાવવામાં આવ્યો હતો. વડાપ્રધાન મોદીએ જમ્મુ કાશ્મીરમાં નુકશાન માટે 370ને કારણભૂત ગણાવી હતી.

-સરકારે 5 ઓગસ્ટ 2019ના રોજ સંસદમાં એક બીલ રજૂ કરી જમ્મુ કાશ્મીરમાંથી 370 હટાવી દીધી. ત્યાર બાદ ત્યાં જમ્મુ કાશ્મીરને બે કેન્દ્રશાસિત પ્રદેશમાં વિભાજીત કરી નાખ્યા હતા.

મુસ્લિમ મહિલા(વિવાહ પર અધિકારની જોગવાઈ 2019) ટ્રિપલ તલાક

- કાયદા અને ન્યાયપ્રધાન રવિશંકર પ્રસાદે મોદી સરકારના બીજા કાર્યકાળમાં 17મી લોકસભા ચૂંટણીમાં ગેમ ચેંન્જર રહ્યા હતા. આ બિલ રવિશંકર પ્રસાદ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું.

- આ બિલ કોઈ પણ પ્રકારના તલાકની વિરુદ્ધમાં હતું. જેમાં લિખીત અથવા તો ઈલેક્ટ્રોનિક સાધનો દ્વારા આપવામાં આવતા તલાકનો પણ ઉલ્લેખ હતો. આ બિલને રજૂ કરવામાં અને તેને બંને સદનમાં પાસ કરવામાં મોદી સરકાર સફળ રહી છે.

કુલભૂષણ જાધવ કેસ

- મોદી સરકારને 100 દિવસમાં રણનીતિ અંતર્ગત કાયદીય જીત મેળવી છે. આ ક્રમમાં કુલભૂષણ જાધવ કેસમાં સરકારને પાકિસ્તાનની સામી મોટી સફળતા મળી હતી. જાધવે મામલે આંતરરાષ્ટ્રીય અદાલતે આ કેસમાં ફરી વખત સમીક્ષા કરવાનો આદેશ આપ્યો હતો. સાથે સાથે કોર્ટે ઈસ્લામાબાદથી લઈ નવી દિલ્હી સુધી ઝડપથી કાઉન્સિલર એક્સેસ આપવાની પણ મંજૂરી આપી દીધી હતી.

ગલ્ફ દેશોમાં મોદીને મળ્યા સન્માન (એવોર્ડ)

- આ ક્રમમાં જોઈએ તો, સુંયુક્ત આરબ અમીરાતે વડાપ્રધાન મોદીને પોતાના સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ જાયદથી સન્માનિત કર્યા હતા. આ ઉપરાંત બહરીનમાં મોદીને દ કિંગ ઓફ હમાદ ઓર્ડર ઓફ દ રેનેસાથી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાશ્મીરમાં હાલની પરિસ્થિતીને ધ્યાને રાખતા મોદીને મળેલા આ સન્માન ઘણા અગત્યના છે. ભારત એ વાત સફળતા પૂર્વક સાબિત કરી શક્યું છે, મુસ્લિમો દેશો પણ કાશ્મીર મામલે પાકિસ્તાનની સાથે નથી, ભારતની સાથે રહ્યા છે.

વિશ્વપટલ પર કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને વેરવિખેર કર્યું

- કાશ્મીર મુદ્દે ચીનને છોડી કોઈ પણ દેશે પાકિસ્તાનનું સમર્થન કર્યું નથી. મોટા ભાગના દેશોએ ભારત અને પાકિસ્તાન વચ્ચેના વિવાદને દ્વિપક્ષીય વાર્તાથી હલ કરવા અનુરોધ કર્યો છે.

વેતન સંહિતા વિધેયક 2019

- આ સંહિતા તમામ પ્રકારના રોજગાર જેવા કે વ્યાપાર, વ્યવસાય તથા નિર્માણમાં નિયમીત વેતન અને બોનસની ચૂકવણીને ધ્યાને રાખી નિયમીત કરે છે.

- સરકારે જૂના કાયદા બદલી ચાર નવા કાયદા બનાવ્યા-

-વેતન ચૂકવણી અધિનિયમ-1936

-લઘુતમ વેતન અધિનિયમ-1948

- બોનસ ચૂકવણી અધિનિયમ-1965

-સમાન પરિશ્રમ અધિનિયમ- 1976....આ ચાર કાયદામાં સરકારે ફેરબદલ કરી નવા કાયદા લાવ્યા છે.સરકારે ભૌગોલિક વિસ્તારોને ધ્યાને રાખી મજૂરી નક્કી કરી છે.

નેશનલ ડિફેન્સ ફંડ અંતર્ગત પ્રધાનમંત્રી સ્કોલરશિપ યોજના

સરકારે આતંકવાદી અથવા માઓવાદી હુમલામાં જે પણ પોલીસ કર્મી શહીદ થાય છે તેમના પરિવારના નેશનલ ડિફેન્સ ફંડ અંતર્ગત સ્કોલરશિપ આપવાની જોગવાઈ કરી છે.

અહીં વિદ્યાર્થીઓમે દર મહિમે 2 હજારથી વધારીને 2500 આપવા તથા વિદ્યાર્થીનીઓને 2250થી વધારીને 3000 રુપિયા પ્રત્યેક મહિને આપવાની મંજૂરી આપી છે.

શારિરીક શોષણ તથા બાળકોને સંરક્ષણ આપતું - પૉક્સો અમેંડમેન્ટ બિલ 2019

થોડા રસાકસી બાદ આ બિલને મંજૂરી આપવામાં વિપક્ષ સાથે સહયોગી દળો પણ રાજી થઈ ગયા હતા. આ બિલમાં સરકારે સંશોધનમાં બાળ પોર્નોગ્રાફી પર અંકુશ લગાવવા તેના પર દંડ તથા જેલની સજા નક્કી કરી છે. જેમાં સજામાં સાતથી વર્ષથી વધારી 10 વર્ષની સજા કરી છે.

ગ્રાહક સંરક્ષણ અધિનિયમ

આ અધિનિયમ અંતર્ગત ગ્રાહકોના વિવાદને ચોક્કસ સમય પર પ્રભાવી અને અસરકાર સમાધાન તંત્ર તરફથી મળે તેને ધ્યાને રાખવામાં આવ્યું છે.

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ- ત્રણ ભાષાની ફોર્મ્યુલા

કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં એક ડ્રાફ્ટ બનાવ્યો છે. આ ડ્રાફ્ટ હાલના અંતરિક્ષ વૈજ્ઞાનિક કે. કસ્તૂરીરંગનની અધ્યક્ષતાવાળી સમિતિ દ્વારા તૈયાર કરવામાં આવેલા રિપોર્ટ પર આધારિત હતી.

આ ડ્રાફ્ટમાં સૂચિત અધિનિયમ મુજબ જોઈએ તો, વિદ્યાર્થીઓને ભાષા પસંદ કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. જેમાં વિદ્યાર્થીઓ ભાષા બદલવા માગતા હોય તો, કોઈ પણ ત્રણ ભાષા પસંદ કરી શકે છે. હિંદી ભાષી રાજ્યોમાં પ્રથમ હિંદી, અંગ્રેજી તથા એક સ્થાનિક ભાષાને પસંદ કરી શકે છે.

કેન્દ્ર સરકારના આ પગલાનો અનેક બિન હિંદી ભાષી રાજ્યોએ વિરોધ કર્યો હતો. તેમનું માનવું છે કે, સરકાર તેમના રાજ્યો પર બળજબરીપૂર્વક હિંદી લાગૂ કરવાનો આરોપ લગાવ્યો છે.

RTI સંશોધન બિલ- 2019

- લોકસભાએ રાજ્યોના મુખ્ય માહિતી કમિશ્નર અને કેન્દ્રના માહિતી ખાતાના કમિશ્નરની નિમણૂંકના નિયમોમાં ફેરફાર સાથેનું સંશોધન બિલ 2019 પસાર કરાવ્યું હતું. સાથે સાથે તેમના કાર્યકાળને ફિક્સ કરતો સુધારો પણ તેમા રજૂ કરાયો હતો. ઉપરાંત તેમના વેતન સંબંધિત સુધારો પણ રજૂ કરાયો હતો.

કંપની સંશોધન બિલ - 2019

સરકારે કંપની સંશોધન બિલ 2019માં સુધારો કર્યો છે. સરકારે કંપનીના પ્રત્યેક ડિફોલ્ટીંગ અધિકારી પર ત્રણ વર્ષની સજા અને ધરપકડ સાથે પાંચ લાખનો દંડની જોગવાઈ કરી છે. જો કે, આર્થિક મંદીને ધ્યાને રાખી સરકારે આ સજામાં સુધારો કર્યો છે. સરકારે સ્પષ્ટતા કરી છે કે, સીએઆરના ઉલ્લંઘન પર કોઈ સજા થશે નહીં.

નેશનલ મેડિકલ કમિશન બિલ-2019

- નેશનલ મેડિકલ કમિશન બિલ 2019માં વિવિધ કામોને ધ્યાને રાખી ચાર સ્વતંત્ર બોર્ડ બનાવવાની ભલામણ કરી.

ભારતમાં મંદી- તળીયે જતી આર્થિક સ્થિતી

- જાન્યુઆરી માર્ચમાં ભારતનો જીડીપી વૃદ્ધિ વિતેલા પાંચ વર્ષના સૌથી નીચલા સ્તરે 5.8 ટકા પર આવીને ઊભું રહી ગયું છે. નિષ્ણાંતોને આનાથી પણ નીચે જવાની આશંકા વ્યક્ત કરી છે.

- ઘરેલુ વાહનના વેચાણમાં 31 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ આંકડા બે દાયકામાં સૌથી નીચે આવેલા આંકડાઓ છે.

- કંપનીએ પહેલાથી પોતાના સ્ટાફમાં કાપ મુકવાનો ચાલું થઈ ગયું છે. ફક્ત ઓટો સેક્ટરમાં જ લગભગ 350000 કારીગરોને છૂટી આપી દેવામાં આવી છે.

-ભારતની ખરાબ થતી આર્થિક હાલતને ધ્યાને રાખી વ્યાપાર ક્ષેત્રના નિષ્ણાંતોએ સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો. તેથી સરકારને ઘણી વાર સાંભળવાનો પણ વારો આવ્યો છે.

- લોકોનું પણ આ મુદ્દે કહેવું છે કે, અર્થવ્યવસ્થાને ફરી વાર પાટા પર લાવવા માટે હમણા તો કોઈ રસ્તો દેખાતો નથી.

ABOUT THE AUTHOR

...view details