કેટલાક પ્રધાનોને બાદ કરતા તમામ વિભાગોના સેક્રેટરીઓએ પોત પોતાના વિભાગોની જાણકારી આપી હતી. સૂત્રોના જણાવ્યાં અનુસાર પરિવહન પ્રધાન અને રેલવે પ્રધાનને બાદ કરતા તમામ વિભાગો તરફથી અધિકારીઓએ ચર્ચામાં ભાગ લીધો હતો.
મોદી સરકારના પ્રધાનોના રિપોર્ટ કાર્ડ તૈયાર, PMએ કરી સમીક્ષા - પ્રધાનોના કામકાજની સમીક્ષા
નવી દિલ્હી : મોદી સરકારે પોતાના 56 પ્રધાનોના રિપોર્ટ કાર્ડ તૈયાર કર્યા છે. શનિવારના રોજ 10 કલાકે શરૂ થયેલી મેરેથોન બેઠકમાં 27 કેબિનેટ પ્રધાન સહીત 56 પ્રધાનોના કામકાજની કસોટી લેવામાં આવી હતી. પ્રધાનોના કામકાજનું મુલ્યાંકનના ઉદેશથી વિભાગોનું 8 ભાગમાં વિભાજન કર્યુ હતું.
મોદી સરકારે કરી પ્રધાનોના કામકાજની સમીક્ષા
બેઠકમાં સામેલ એક પ્રધાને જણાવ્યું કે વડાપ્રધાને તમામની મીટિંગ લીધી હતી. જે લોકોના વિભાગથી વડાપ્રધાન મોદી પ્રભાવિત થયા તેમાથી કેટલાક ટોચના પ્રધાનો સામેલ છે.