ગુજરાત

gujarat

ETV Bharat / bharat

શ્રીલંકાની ઘટના બાદ મોદીની અપિલ, આતંકવાદને ખતમ કરવા મત આપજો - blasts

ન્યૂઝ ડેસ્ક: શ્રીલંકામાં થયેલા શ્રેણીબંધ હુમલા બાદ આજે વડાપ્રધાન મોદીએ ભાજપને મત આપવા અહ્વાન કર્યું હતું. તેમણે રાજસ્થાનમાં કહ્યું હતું કે, કમળનું બટન દબાવશો તો આતંકવાદની સામે લડવાની તાકાત મળશે.

file

By

Published : Apr 21, 2019, 7:26 PM IST

રવિવારે વડાપ્રધાન મોદીએ રાજસ્થાનના ચિતૌડગઢમાં જનસભા કરી હતી. તેમણે અહીં આતંકવાદથી લડવા ભાજપને મત આપવા અપિલ કરી હતી.

વડાપ્રધાન મોદીએ અહીં કહ્યું હતું કે, શ્રીલંકામાં આવેલી આ સંકટની ઘડીમાં ભારત તેની સાથે છે. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું કે, આ હુમલામાં જે પરિવારોએ પોતાના સ્વજનો ખોયા છે તેમના પ્રતિ પૂરી સંવેદના વ્યક્ત કરુ છું.

વડાપ્રધાને આ ઘટનાનો ઉલ્લખ કરતા લોકોને આહ્વાન કર્યું કે, જ્યારે તમે મત આપવા જાવ ત્યારે એટલું યાદ રાખજો કે, આતંકવાદને ખતમ કરવા બટન દબાવી રહ્યો છું. તમારી એક આંગળીમાં તાકાત છે. તમે કમળના નિશાન પર બટન દબાવજો. મને આતંકવાદ વિરુદ્ધ લડવાની તાકાત મળી જશે.

મોદીએ અહીં વધુંમાં જણાવ્યું હતું કે, સામાન્ય નાગરીકોમાં પણ સૈનિક જેવી સતર્કતા હોવી જોઈએ. દેશના ઉજ્જળ ભવિષ્ય માટે લોકો મત આપે છે. એટલે દેશ માટે મત આપો.

ABOUT THE AUTHOR

...view details