વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈસરો ખાતેથી પોતાના સંબોધનમાં કર્યુ. તેમણે જણાવ્યું કે નિરંતર લક્ષ્ય તરફ વધવાની ભારતની પરંપરા રહી છે, ઈસરોએ મહેનતથી અનેક લક્ષ્ય પ્રાપ્ત કર્યા છે. દરેક મુશ્કેલીઓ કંઈક શીખવે છે. ચંદ્રયાન 2ની સફર શાનદાર અને જાનદાર રહી છે. હું દેશમાં હતો કે વિદેશમાં સતત ચંદ્રયાન 2ની માહિતી મેળવતો રહેતો હતો.
પ્રયાસ, પ્રયાસ અને પ્રયાસથી જ લક્ષ્ય મળશે, વડાપ્રધાન મોદીનું રાષ્ટ્રને નામ સંબોધન
ન્યુઝ ડેસ્કઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને નામ સંબોધન શરૂ કર્યું છે. ઈસરો ખાતે વૈજ્ઞાનિકો વચ્ચે ઉપસ્થિત વડાપ્રધાન મોદીએ દેશ અને વૈજ્ઞાનિકોને જણાવ્યું કે આ સમયે દેશ એક સાથે ઉભો છે. ભારત અને તેના વૈજ્ઞાનિકો ક્યારેય હાર્યા નથી. તેઓ ફક્ત શીખ્યા છે અને દુનિયાને ઉદાહરણો આપ્યાં છે.
modi
વધુમાં તેમણે જણાવ્યું કે આગામી મિશનમાં સફળતા આપણી સાથે હશે. મુશ્કેલીઓ છતાં અનેક સિદ્ઘીઓ મેળવી છે. આખો દેશ ઈસરોની સાથે છે. આપણું ઓર્બિટ શાન સાથે ચંદ્રનું ભ્રમણ કરે છે તેનો ગર્વ છે. વિજ્ઞાન પરિણામથી અટકતુ નથી, નવી શરૂઆત કરે છે. વિજ્ઞાન પરિણામોથી સંતુષ્ટ નથી થતુ. ઉપદેશ આપવા નહીં પરંતુ પ્રેરણા આપવા માટે આવ્યો છું. દેશના વૈજ્ઞાનિકો ઉર્જાનો સ્ત્રોત છે. વૈજ્ઞાનિકોનો દિલથી આભાર અને સન્માન કરૂ છુ.
Last Updated : Sep 7, 2019, 9:14 AM IST