સેનાના જવાનોએ વડાપ્રધાન અને રક્ષાપ્રધાનની હાજરીમાં અદમ્ય સાહસ અને શૌર્યથી ભરેલી એક સંગીતમય પ્રસ્તુતિ પણ આપી હતી. કાર્યક્રમ દરમિયાન જવાનો દ્વારા સરહદ પર શહીદ થયેલા જવાનોની વીરગાથા પ્રસ્તુત કરાઈ. કારગિલ વિજય દિવસ કાર્યક્રમ દરમિયાન જ્યારે એક શહીદની પત્નીને સન્માનિત કરવા માટે સ્ટેજ પર લાવવામાં આવ્યા તો તેમની કહાની સાંભળી PM મોદી ભાવુક થઈ ગયા હતા. PM સહિત આર્મી ચીફ અને સાથે અન્ય લોકો પણ ભાવુક થઈ ગયા હતા.
કારગિલ વિજય દિવસ કાર્યક્રમમાં મોદી બોલ્યા ' યુદ્ધ સરકાર નહીં આખો દેશ લડે છે'. - રક્ષાપ્રધાન
નવી દિલ્હી: રાજધાની દિલ્હીના ઈંદિરા ગાંધી સ્ટેડિયમમાં યોજાયેલા કારગિલ વિજય દિવસના કાર્યક્રમમાં PM મોદી અને રક્ષા પ્રધાન રાજનાથસિંહ પહોંચ્યા હતા. અહીં વડાપ્રધાન અને રક્ષાપ્રધાને એક પ્રદર્શની પણ જોઈ હતી. તે પહેલા બંનેએ કારગિલ આધારિત એક ફિલ્મ પણ જોઈ હતી.
આ કાર્યક્રમને સંબોધતા મોદીએ કારગિલના શૂરવીરોને નમન કરી કહ્યું કે, 20 વર્ષ પહેલા જે વીરગાથા લખાઈ હતી. તે વાંચતા પ્રેરણા મળે છે, આ સાંજ ઉત્સાહ પણ ભરે છે. વિજયનો સ્વાદ પણ ભરે છે અને ત્યાગ સમર્પણ પ્રત્યે માથુ નમાવા પ્રેરિત પણ કરે છે. કારગિલની જીત દેશ માટે સંકલ્પ અને સામર્થ્યની જીત છે. આ દેશના અનુશાસનની જીત છે. પ્રત્યેક નાગરિકની ઉમ્મીદ અને કર્તવ્ય પરાયણતાની જીત છે. જ્યારે યુદ્ધ થાય છે તો સરકારો નથી લડતી તેને આખો દેશ લડે છે.
આગળ મોદીએ કહ્યું કે, હું ત્યારે કારગિલ ગયો હતો. જ્યારે યુદ્ધ ચરમ પર હતું. ત્યારે મૈં આપણા સૈનિકોને તે મોર્ચા પર લડતા જોયા હતા. કારગિલ વિજયનું સ્થળ મારા માટે તીર્થસ્થાનની અનુભૂતિ કરાવે છે. આખો દેશ સૈનિકો માટે તૈયાર ઉભો હતો. યુવાનો રક્તદાન માટે ઉભા થઈ ગયા હતા. બાળકોએ પોતાની ગુલ્લક તોડી દીધી હતી.