ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જમ્મુમાં ફરી એક વાર ઈન્ટરનેટ સેવા બંધ, સોશિયલ મીડિયાનો ખોટો ઉપયોગ થતો હોવાના દાવો - જમ્મુ

શ્રીનગરઃ જમ્મુમાં ફેલાતી અફવાઓને અટકાવવા માટે પાંચ જિલ્લાઓમાં ફરી એકવાર 2જી મોબાઈલ ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે. જો કે, એક દિવસ પહેલાં જ આ સેવાઓને શરૂ કરવામાં આવી હતી.

જમ્મુ ક્ષેત્રમાં મોબાઈલ ઈન્ટરનેટ ફરીથી કરાઈ બંધ

By

Published : Aug 18, 2019, 2:50 PM IST

જમ્મુમાં લોકસુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્રએ ફરી એકવાર મોબાઈલ ઈન્ટરનેટ સેવા બંધ કરી છે. પોલીસ અધિકારીના જણાવ્યાનુસાર, હાલ જમ્મુમાં છેલ્લા કેટલાય દિવસથી હિંસક વાતાવરણ છે. ત્યારે સોશ્યલ મીડિયા પર લોકો ભડકાઉ વીડિયો અને પોસ્ટ મૂકે છે. જેના કારણે રમખાણોમાં ઘી હોમાય છે. એટલે પરિસ્થિતી પર કાબૂ મેળવવા અને અફવાને અટકાવવા માટે ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, જમ્મુના પાંચ જિલ્લાઓમાં 2જી મોબાઇલ ઈન્ટરનેટ સેવાઓ ફરીથી પ્રસ્થાપિત કર્યા બાદ જમ્મૂ પોલીસ મહાનિરીક્ષક મુકેશ સિંહે ચેતવણી આપી હતી કે, જો કોઈ સોશ્યલ મીડિયા પર નકલી સંદેશ કે વીડિયો જાહેર કરશે તો તેના વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details