રાજસ્થાનઃ MLA હોર્સ ટ્રેડિંગ મામલે 2 ધારાસભ્યોને ACB દ્વારા નોટિસ ફટકારાઇ - rajsthan MLA horse-trading case
ધારાસભ્ય હોર્સ ટ્રેડિંગ મામલે સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલી ઓડિયો ટેપની તપાસ કરી રહેલા રાજસ્થાન એસીબીએ સોમવારે 2 ધારાસભ્યોને નોટિસ મોકલી છે. ધારાસભ્યોને નોટિસ મોકલવાની સાથે જ તેમના નિવાસસ્થાન પર પણ નોટિસ લગાવવામાં આવી છે અને 3 દિવસની અંદર એસીબી મુખ્યાલયમાં હાજર રહેવા જણાવ્યું છે.
રાજસ્થાનઃ MLA હોર્સ ટ્રેડિંગ મામલે 2 ધારાસભ્યોને ACB દ્વારા નોટિસ ફટકારવામાં આવી
જયપુર (રાજસ્થાન): ધારાસભ્ય હોર્સ ટ્રેડિંગ મામલે સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલી ઓડિયો ટેપની તપાસ કરી રહેલા રાજસ્થાન એસીબીએ સોમવારે 2 ધારાસભ્યોને નોટિસ મોકલી છે. ધારાસભ્યોને નોટિસ મોકલવાની સાથે જ તેમના નિવાસસ્થાન પર પણ નોટિસ ચોંટાડી દેવામાં આવી છે અને 3 દિવસની અંદર એસીબી મુખ્યાલયમાં હાજર રહેવા જણાવ્યું છે. રાજસ્થાન સરકારના ચીફ વ્હિપ મહેશ જોશીએ એસીબી હેડક્વાર્ટરમાં કરેલી ફરિયાદના આધારે નોંધાયેલી એફઆઈઆર સંદર્ભે ધારાસભ્યોની તપાસ માટે નોટિસ ફટકારી છે.
- એસીબીના તપાસ અધિકારી એડિશનલ એસપી આલોકચંદ શર્માએ ધારાસભ્ય ભંવરલાલ શર્મા અને ધારાસભ્ય વિશવેન્દ્રસિંઘને 3 દિવસમાં ઝાલાના એસીબી હેડક્વાર્ટર ખાતે હાજર થવા જણાવ્યું છે.
- આ સાથે બંને ધારાસભ્યોના સત્તાવાર આવાસની બહાર પણ નોટિસ લગાવવામાં આવી છે.
- જેમાં એસીબીમાં 129 નંબરની એફઆઈઆર નોંધાઈ છે.
- ધારાસભ્યોના નિવેદન નોંધવા અને પૂછપરછ માટે એસીબી હેડ કવાર્ટરમાં તપાસ અધિકારી સમક્ષ હાજર થવું જણાવાયું છે.
- મહત્વનું છે કે, ધારાસભ્ય હોર્સ ટ્રેડિંગ મામલામાં રાજસ્થાન એસઓજી દ્વારા ધારાસભ્યોને નોટિસ ફટકારવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ ધારાસભ્યએ એક પણ નોટિસનો જવાબ આપ્યો નથી.
જો કે,એસીબી દ્વારા ધારાસભ્યોને મોકલવામાં આવેલી નોટિસમાં ધારાસભ્યોને 3 દિવસની અંદર હાજર રહેવા જણાવાયું છે. હવે એ જોવું રહ્યું કે જો ધારાસભ્યો નોટિસ મોકલ્યાના 3 દિવસની અંદર એસીબી હેડક્વાર્ટર પર હાજર નહીં થાય, તો રાજસ્થાન એસીબી દ્વારા ધારાસભ્યો વિરુદ્ધ શું કડક પગલાં લેવામાં આવશે.