DMK નેતા એમ.કે સ્ટાલિને કહ્યું કે, મોદી અને તમિલિસાઈ આ સાબિત ના કરી શકે તો તેઓ તમિલિસાઈ અને મોદી રાજકારણ છોડી દે.સાથે જ ભાજપના પ્રદેશ અધ્યક્ષ તમિલિસાઈ દ્વારા આપેલા નિવેદનની એમ.કે સ્ટાલિને નિંદા કરી છે.
"મોદી સાબિત કરે કે હું ભાજપના સંપર્કમાં છું, નહી તો રાજકારણ છોડી દે": સ્ટાલિન
નવી દિલ્હી: તમિલનાડુ ભાજપના પ્રદેશ અધ્યક્ષ તમિલિસાઈ સૌંદરરાજનના નિવેદન બાદ DMK એમ.કે સ્ટાલિને ભાજપ પર પ્રહાર કર્યો છે. તેમણે એક નિવદેન જાહેર કરતા કહ્યું કે, જો વડાપ્રધાન મોદી અને તમિલિસાઈ આ સાબિત કરે કે મે ગઠબંધનની સરકાર બનાવવા માટે ભાજપની સાથે સંપર્કમાં છુ તો રાજકારણ છોડી દઈશ.
ફાઈલ ફોટો
ઉલ્લેખનીય છે કે, તમિલનાડુના પ્રદેશ અધ્યક્ષ તમિલિસાઈ સૌંદરરાજને દાવો કર્યો હતો કે, DMK ભાજપનો સંપર્ક કરી રહી છે, કારણ કે તેને ખબર પડી છે કે, ભાજપ જીતી રહ્યું છે.