ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ચંદ્રયાન મિશન-2 'અટવાયું', આગામી દિવસોમાં ફરી કરાશે લોન્ચ - ISRO

MISSION

By

Published : Jul 15, 2019, 3:18 AM IST

Updated : Jul 15, 2019, 4:19 AM IST

03:13 July 15

ટેકનિકલ ખામીના કારણે લોન્ચિંગ રોકી દેવાયું

ન્યુઝ ડેસ્કઃ ચંદ્રયાન મિશન-2 અટકાવી દેવામાં આવ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે. ટેકનિકલ ખામીના કારણે લોન્ચિંગ રોકવામાં આવ્યું છે. 

ચંદ્રયાન મિશન-2ને સંદર્ભે ખૂબ મોટા સમાચાર સામે આવ્યા છે. લોન્ચિંગ થવામાં 56 મિનિટ અને 24 સેકેન્ડ પહેલા રોકવાનો નિર્ણય કરાયો છે.

ટેકનિકલ કારણોસર લોન્ચિંગ રોકવાનો નિર્ણય કરાયો હોવાની વિગતો સામે આવી છે. ભારતીય વૈજ્ઞાનિકોનો આ નિર્ણયને ખૂબ મોટી ઉપલ્બ્ધિ માનવામાં આવી રહી છે.

આ અંગે થોડા સમયમાં વધુ માહિતી જાહેર કરવામાં આવનાર છે. ઉપરાંત સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી સમયમાં લોન્ચિંગની નવી તારીખો જાહેર કરવામાં આવનાર છે.

નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર હવે એક મહિના બાદ મિશન લોન્ચ કરાય તેવી શક્યતાઓ છે.

ટેકનીકલ ખામીઓ દૂર કરવામાં મહિનાનો સમય લાગશે તેમ વિશેષજ્ઞો માની રહ્યાં છે.

ચંદ્રયાનમાં ઇંધણ ફરાતી વખતે સર્જાઇ ખામી

  • ક્રોયોજેનીક ફ્યૂલ ભરતી વખતે સામે આવી ખામીઃ ઇસરો
  • ફ્યૂલ સંપૂર્ણપણે ખાલી કરવું પડશે
  • ટૂંક સમયમાં એલાન કરશે નવી તારીખ ઇસરો
  • હાલ ચંદ્રયાન મોકૂફ રખાયુ
Last Updated : Jul 15, 2019, 4:19 AM IST

ABOUT THE AUTHOR

...view details