મંગળ અને ગુરુ વચ્ચેના એક નાના ગ્રહનું નામ ભારતીય શાસ્ત્રીય સંગીતના પ્રખ્યાત ગાયક 'પંડિત જસરાજ 'ના નામ પરથી રાખવામાં આવ્યું છે.આ સન્માન મેળવનાર તે પ્રથમ ભારતીય કલાકાર છે. આંતરરાષ્ટ્રીય એસ્ટ્રોનોમિકલ યુનિયન (IAU) એ 'માઇનોર પ્લેનેટ' 2006 ના વીપી 32 (નંબર 300128) નું નામ પંડિત જસરાજ આપ્યું છે. આ ગ્રહની શોધ 11 નવેમ્બર 2006 ના રોજ કરવામાં આવી હતી. આ નાના ગ્રહોને ગ્રહ પણ ન કહી શકાય અને સંપૂર્ણ રીતે ધૂમકેતુ પણ ન કહી શકાય. આ ગ્રહ મંગળ અને બુધની વચ્ચે છે.
'પંડિત જસરાજ'ના નામ પરથી રાખવામાં આવ્યું ગ્રહનું નામ, આ સન્માન મેળવનાર પ્રથમ ભારતીય કલાકાર - આંતરરાષ્ટ્રીય એસ્ટ્રોનોમિકલ યુનિયન
નવી દિલ્હી : મંગળ અને ગુરુ વચ્ચેના એક નાના ગ્રહનું નામ 'પંડિત જસરાજ' ના નામ પરથી રાખવામાં આવ્યું છે.આ સન્માન મેળવનાર તે પ્રથમ ભારતીય કલાકાર છે.
etv bharat new
પોતાનું જીવન સંગીતને સમર્પિત કરનારા જસરાજને ઘણા સન્માન પણ મળ્યા છે. મોઝાર્ટ બીથોવન અને ટેનોર લ્યુસિયાનો પાવરોતિને આ સન્માન મળ્યું છે. 28 જાન્યુઆરી 1930 ના રોજ જન્મેલા પંડિત જસરાજ હજી પણ સંપૂર્ણ શક્તિ સાથે સંગીતના ક્ષેત્રમાં સક્રિય છે. આ અંગે પંડિત જસરાજે જણાવ્યું કે, હું મારા પર ઇશ્વરની અપાર કૃપા માનું છું. ઇશ્વર ભારત અને ભારતીય સંગીત માટે મને આશીર્વાદ આપે.