દુમકાઃ ઝારખંડમાં સગીર વિદ્યાર્થિની સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. આ કેસમાં સામેલ તમામ આરોપી ફરાર છે. જેથી પોલીસે આરોપીની ધરપકડ કરવાના પ્રયાસો શરૂ કર્યા છે.
શું છે સમગ્ર ઘટના
દુમકાઃ ઝારખંડમાં સગીર વિદ્યાર્થિની સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. આ કેસમાં સામેલ તમામ આરોપી ફરાર છે. જેથી પોલીસે આરોપીની ધરપકડ કરવાના પ્રયાસો શરૂ કર્યા છે.
શું છે સમગ્ર ઘટના
પીડિતાએ પોલીસને લેખીતમાં આપેલા આવેદન અનુસાર, પીડિતા દુમકા શહેરમાં ભાડે રૂમ રાખીને અભ્યાસ કરે છે. લોકડાઉનના કારણે તમામ સાધનો બંધ થયા છે. જેથી પીડિતાએ ગોપીકંદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જવા માટે પોતાની મિત્રને કહ્યું હતું. જેથી પીડિતાની મિત્રએ તેને મેઇન રોડ સુધી પહોંચાડી દીધી હતી.
મેઇન રોડ પહોંચ્યા બાદ વિદ્યાર્થિનીએ પોતાના પરિવારને ફોન કર્યો હતો, પરંતુ કોઈએ ફોન રિસિવ ન કર્યો. જેથી પીડિતાએ પોતાના અન્ય મિત્ર વિક્કી ઉર્ફ પ્રસન્નજીત હાંસદાને ફોન કરીને બોલાવ્યો હતો. વિક્કી પોતાના મિત્ર સાથે ત્યાં પહોંચ્યો હતો અને રસ્તામાં બાઈક રોકી બન્નેએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ બીજા 8 આરોપી આવ્યા જે તમામના ચહેરા ઢાંકેલા હતા. તે તમામ 8 આરોપીએ છુરી બતાવીને દુષ્કર્મ આચર્યું. પીડિતાએ પોતાના આવેદનમાં ઉલ્લેખ કર્યો કે, ઘટના બાદ તે બેભાન થઇ ગઇ હતી. જેથી પીડિતાએ સવારે ઘરે જઇને સમગ્ર ઘટના પોતાના પરિવારને જણાવી હતી અને પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે ફરિયાદના આધારે તમામ આરોપીની ધરપકડ કરવા પ્રયાસ શરૂ કર્યા છે.