પટણા: બિહાર સરકારના પ્રધાન કપિલ દેવ કામતનું પટણા એઇમ્સમાં કોરોનાને કારણે નિધન થયું હતું. કોરોનાનો ચેપ લાગ્યો ત્યારે તેમને પટના એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. મુખ્યપ્રધાન નીતીશ કુમારે તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
કપિલ દેવ કામત બિહાર સરકારમાં પંચાયતી રાજ પ્રધાન હતા. તે મધુબનીના બાબૂબરહીના ધારાસભ્ય હતા.
વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને શોક વ્યકત કર્યો હતો અને કહ્યું કે, "બિહારના પંચાયતી રાજ પ્રધાન કપિલ દેવ કામતજીના નિધનના સમાચાર સાંભળીને ખૂબ જ દુ:ખ થયું છે. તેમણે ગરીબોની સેવાની સાથે ગ્રામીણ વિકાસના ક્ષેત્રે નોંધપાત્ર કાર્યો કર્યા હતા. શોકના સમયે તેમના પરિવાર સાથે મારી સંવેદના. ઓમ શાંતિ!"
તેમને કિડનીની સમસ્યા પહેલાથી જ હતી. ત્યારબાદ કપિલદેવ કામતની હાલત વધુ ગંભીર થઇ ગઇ હતી. કોરોના ચેપ લાગ્યા બાદ તેમને પટના એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા.